For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ, ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો, કિંમતો પર અસર નહીં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ડિસેમ્બર : સરકારે આજે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો. આ વધારો અનુક્રમે રૂપિયા 2.25 અને રૂપિયો 1 હતો. દે કે આ વધારાની અસર ગ્રાહકો પર પડશે નહીં.

આમ થવાનું કારણ વિદેશના માર્કેટોમાં ક્રુડ ઓઇલની કિંમતોમાં ઘટાડો છે. એક્સાઇઝ ડ્યુટી વધારવાથી સરકારની આવક વધશે અને ખાધ ઘટાડવામાં મદદ મળશે. આ અંગે સરકારી સૂત્રોએ જણાવ્યું કે આ વધારે મંગળવારથી અમલમાં આવશે.

petrol-price

તેમણે જણાવ્યું કે પેટ્રોલ કે ડીઝલની રિટેઇલ પ્રાઇસ પર તેની કોઇ અસર થશે નહીં. છેલ્લા ત્રણ સપ્તાહમાં આ બીજી વાર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો છે. આ પહેલા 12 નવેમ્બરના રોજ એક્સાઇઝ ડ્યુટીમાં રૂપિયા 1.50 પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે રિટેલ પ્રાઇસ પર તેની કોઇ અસર થઇ ન હતી.

નોંધનીય છે કે ક્રુડની કિંમતોમાં ઘટાડાને પગલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પણ મંગળવારે પેટ્રોલની કિંમતોમાં 91 પૈસાનો ઘટાડો કર્યો હતો. ઓગસ્ટ બાદ આ સાતમો ઘટાડો છે. જ્યારે ડીઝલમાં 84 પૈસા પ્રતિ લીટર ઘટ્યા હતા.

English summary
Excise duty on petrol, diesel raised; no impact on prices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X