ફેસબુકે Whatsappને 16 બિલિયન ડોલરમાં ખરીદ્યુ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: ફ્રી મેસેજિંગ એપ્લિકેશન વોટ્સ એપ્સને સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુકે 16 બિલિયન ડોલરમાં ખરીદશે. ફેસબુકનો અત્યાર સુધીનો આ સૌથી મોટો સોદો છે. ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે વોટ્સ એપ્સની સેવાને મૂલ્યવાન ગણાવી છે. વોટ્સ એપ્સની આખી ટીમ ફેસબુકની ટીમને જોઇન કરશે. આશા છે કે ઇન્ટરનેટની દુનિયામાં આ જોડી મળીને કંઇક નવી ધમાલ મચાવશે.

ફેસબુક વોટ્સ એપ્સને ખરીદવા માટે 16 બિલિયન ડોલર ખર્ચ કરશે. ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે પોતાના ફેસબુક એકાઉન્ટ પર તેની પુષ્ટિ કરી છે. માર્ક ઝુકરબર્ગે પોતની પોસ્ટમાં કહ્યું છે કે તેમનું મિશન દુનિયાના લોકોને જોડવાનું છે. વોટ્સ એપ્સની આ ડીલથી લોકોને પહેલાં કરતાં વધુ સારી સર્વિસ આપી શકીશું.

વોટ્સ એપ્સને અત્યારે 45 કરોડ લોકો ઉપયોગ કરી રહ્યાં છે. વોટ્સ એપ્સનો દાવો છે કે દર મહિને તેની સાથે 10 લાખ લોકો જોડાઇ રહ્યાં છે. ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે વોટ્સ એપ્સને મૂલ્યવાન ગણાવી છે. જો કે ખરીદી કર્યા પણ વોટ્સ એપ્સ ફેસબુકથી અલગ કામ કરશે.

whatsapp-facebook

માર્ક ઝુકરબર્ગે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે આગામી વર્ષોમાં વોટ્સ એપ્સ નવી ઉંચાઇઓ સુધી પહોંચીને દુનિયા સાથે જોડવાનો પ્રયત્ન કરશે. માર્ક ઝુકરબર્ગના અનુસાર વોટ્સ એપ્સમાં તે દરેક વસ્તુ છે જે મેસેજિંગ સેવામાં હોવી જોઇએ એટલા માટે અમને ખુશી છે કે તેમની ટીમે અમારી સાથે કામ કરવાનો નિર્ણય કર્યો.

માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે 'હું આગામી સમયમાં ફેસબુક અને વોટ્સ એપ્સની સાથે થનારી નવી સંભાવનાઓને શોધી રહ્યો છું અને અમે લોકોને જોડવા માટે નવી રીતોથી ઘણી મોબાઇલ સર્વિસિઝ લોન્ચ કરીશું.

વોટ્સ એપ્સના આવ્યા બાદ આ ફેસબુક કરતાં વધુ લોકપ્રિય બની ગયું હતું અને ફેસબુક માટે મોટો પડકાર બની ગયું હતું. વોટ્સ એપ્સ ખરીદતાં પહેલાં ફેસબુકે વર્ષ 2012માં એક અરબ ડોલરના ખર્ચે ઇસ્ટાગ્રામને ખરીદ્યું હતું.

English summary
Facebook is buying mobile messaging service WhatsApp for $16 billion in cash and stock, by far the company's largest acquisition and bigger than any that Google, Microsoft or Apple have ever done.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.