અમેરીકી અરબપતિઓના લિસ્ટમાં પણ ભારતીયો છવાયા, જાણો કોણ?

Posted By:
Subscribe to Oneindia News

હાલમાં જ ફોર્બ્સ પત્રિકાએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં અમેરિકાના 400 ધનાઢ્ય લોકોના નામની સૂચિ બનાવવામાં આવી છે. જેમાં 5 ભારતીય મૂળના અમેરિકી પણ સામેલ છે. નોંધનીય છે કે આ લિસ્ટમાં સૌથી મોખરે નામ માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સનું આવ્યું છે. ત્યારે આ લિસ્ટમાં સામેલ પાંચ ભારતીય કોણ છે અને તેમની પાસે કેટલી અબજોની સંપત્તિ છે તે વિષે જાણો અહીં...

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

સૌથી પહેલા બિલ ગેટ્સ

સૌથી પહેલા બિલ ગેટ્સ

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે બિલ ગેટ્સનું જે આ લિસ્ટ છેલ્લા 23 વર્ષોથી મોખરે છે. તેમની કુલ સંપત્તિ છે 81 અરબ ડોલર. અમેઝોન ડોટ કોમના સંસ્થાપક અને સીઇઓ જેફ બેજોસ 6700 કરોડ ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાને છે.

222માં સ્થાને વાઘવાની

222માં સ્થાને વાઘવાની

આ લિસ્ટમાં આઇઆઇટી મુંબઇની ભણેલા રોમેશ વાઘવાની જે સિમ્પની ટેક્નોલોજી સમૂહના અધ્યક્ષ છે તે 222 સ્થાને છે. તેમના સમૂહમાં 17 કંપનીઓ છે. જે ડેટા, ટેકનોલોજી, સ્વાસ્થય અને વિશ્લેષણ ક્ષેત્રે જોડાયેલી છે. અને તેમની કુલ સંપત્તિ ત્રણ અરબ ડોલર છે.

274 સ્થાન પર દેસાઇ

274 સ્થાન પર દેસાઇ

ભારતીય મૂળના નીરજ દેસાઇને 274 સ્થાન મળ્યું છે. જેમની કુલ સંપત્તિ 2.5 અરબ ડોલરની છે. તેમની કંપની સિનટેલની શરૂઆત 1980માં થઇ હતી. પૂરી દુનિયામાં તેના 24000 કર્મચારીઓ છે.

321 સ્થાન પર ગંગવાલ

321 સ્થાન પર ગંગવાલ

રાકેશ ગંગવાલને આ લિસ્ટમાં 321મો નંબર મળ્યો છે. તેમની પાસે 2.2 અરબ ડોલરની સંપત્તિ છે. તે ઉડ્ડયન ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમની ઇન્ટરગ્લોબ કંપની જેના દ્વારા ઇન્ડિંગોનો સંચાલન થાય છે તે માર્કેટ શેયર મુજબ ભારતની સૌથી મોટી કંપની છે.

335 સ્થાન કપૂર

335 સ્થાન કપૂર

જોન કપૂરનું 335મું સ્થાન મળ્યું છે. તેમની કુલ સંપત્તિ 2.1 અરબ ડોલર છે. તેમની બે દવાની કંપનીઓ છે. જેનું નામ છે અકોર્ન અને ઇનસિસ.

361 પર શ્રીરામ

361 પર શ્રીરામ

કર્વિતાર્ક રામ શ્રીરામને 361મો નંબર મળ્યો છે. તેમની કુલ સંપત્તિ 1.9 અરબ ડોલર છે. શ્રીરામ મુખ્યત્વે ઓનલાઇન કાર્ડ, પેપરલેસ આમંત્રણ સેવાઓ, મોબાઇલ એપ, મોબાઇલ વિજ્ઞાપન સાથે જોડાયેલા છે.

English summary
Five Indian Origin Americans Name In 400 Richest Person List.
Please Wait while comments are loading...