For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચ ટકાનો ધીમો વિકાસદર નિરાશાજનક: પ્રધાનમંત્રી

|
Google Oneindia Gujarati News

manmohan singh
નવી દિલ્હી, 3 એપ્રિલ: સીઆઇઆઇની વાર્ષિક બેઠકને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ વિકાસદર પાંચ ટકા સુધી પહોંચી જવા પર નિરાશા વ્યક્ત કરી છે અને જણાવ્યું કે સરકાર વિકાસ દર આઠ ટકા સુધી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ વિકાસની આ નવી ઇમારતને લખવા માટે સરકાર અને વ્યાવસાયિક ક્ષેત્રની ભાગીદારીની આવશ્યકતા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 'વિકાસદરમાં આવેલી પડતી અસ્થાઇ છે. આપણે તેને સમજવું જોઇએ અને તેને સુધારવા માટે યોગ્ય પગલા ભરવા જોઇએ. મને નથી લાગતું કે ભવિષ્યમાં પણ આપણો વિકાસ દર પાંચ ટકા જ રહેશે. પાછલા દસ વર્ષોમાં અમે આઠ ટકા વિકાસ દર હાસલ કર્યો છે અને અમે તેને પુન: પ્રાપ્ત કરી શકીએ છીએ.'

તેમણે જણાવ્યું કે નાણાંકિય વર્ષ 2007માં અસામન્યરીતે આશાવાદી હતું, આજે એ અસામાન્યરીતે નિરાશાવાદી બની ગયું છે. તેમણે સ્પષ્ટતા કરી કે ચોક્કસપણે મોંઘવારી આપણા માટે સૌથી મોટો પડકાર છે પરંતુ આપણે નિરાશ ન થવું જોઇએ.

મનમોહનસિંહે જણાવ્યું કે આજે એ સામાન્ય સમજ છે કે સરકાર તત્પરતાથી કોઇ પગલા નહીં ભરે અને ધીમી વિકાસ દર આખુ વર્ષ પાંચ ટકા જ બની રહેશે. તેમણે જણાવ્યું કે આ વિચારમાંથી બહાર આવવાની જરૂર છે.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
It was disappointing that growth had slowed down to five percent but this was temporary and the government was taking corrective measures to get back to eight percent growth, Prime Minister Manmohan Singh said Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X