For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીડીપી ગ્રોથ 2022-23 માટે 7.8% રહેવાનું અનુમાનઃ RBI

જીડીપી ગ્રોથ 2022-23 માટે 7.8% રહેવાનું અનુમાનઃ RBI

|
Google Oneindia Gujarati News

નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટ રજૂ કર્યું હતું. જે બાદ હવે ભારતીય રિઝર્વ બેંકની પહેલી મૌદ્રિક નીતિ સમિતિના પરિણામોનું એલાન થઈ ગયું છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ મુજબ રેપો રેટ કોઈપણ બદલાવ વિના 4% રહેશે. એમએસએફ રેટ અને બેંક રેટ કોઈપણ બદલાવ વિના 4.25% રહેશે, જ્યારે રિવર્સ રેપો રેટ પણ કોઈપણ બદલાવ વિના 3.35% રહેશે.

જીડીપી ગ્રોથ 7.8% રહેવાનું અનુમાન

જીડીપી ગ્રોથ 7.8% રહેવાનું અનુમાન

શક્તિકાંત દાસ મુજબ 2022-23 માટે રિયલ જીડીપી ગ્રોથ 7.8% રહેવાનું અનુમાન છે. આ ઉપરાંત 2022-23 માટે સીપીઆઈ ફુગાવો 4.5% રહેવાનું અનુમાન છઠે. ગવર્નર મુજબ ભારત દુનિયાના બાકી ભાગોથી અલગ રસ્તે ચાલી રહ્યું છે. આઈએમએફના અનુમાનો મુજબ ભારત પ્રમુખ અર્થવ્યવસ્થાઓમાં દરેક વર્ષે સૌથી તેજ ગતિથી વધવા તરફ અગ્રેસર છે. આ રિકવરી મોટા પાયે રસીકરણ, નિરંતર નાણાકીય અને મૌદ્રિક સહાયતા દ્વારા સમર્થિત છે.

e-Rupiમાં રાહત

e-Rupiમાં રાહત

જ્યારે RBIએ NPCI દ્વારા વિકસિત એક પ્રીપેડ ઈ-વાઉચર e-RUPIની લિમિટ વધારી છે. હવે આ 10 હજારથી વધારાીને 1 લાખ કરી દેવામાં આવી છે. e-RUPI એક QR code અથવા એસએમએસ સ્ટ્રિંગ-બેસ્ડ ઈ-વાઉચર છે, જેને લાભાર્થિઓના મોબાઈલ પર પહોંચાડવામાં આવે છે. ગવર્નર મુજબ તમામ બેંકોએ પોતાના પ્રશાસન અને જોખમ પ્રબંધનને મજબૂત કરવા જોઈએ. તમામ આરબીઆઈનું ફોકસ લિક્વિડિટી રીબેલેંસિંગ પર છે. સિસ્ટમમાં લિક્વિડિટીની કોઈ સમસ્યા નથી અને બેંકોની બેલેંશીટમાં મજબૂતી યથાવત છે.

તમારો EMI નહીં વધે

તમારો EMI નહીં વધે

RBIનું એલાન જનતા માટે ઘણું મહત્વપૂર્ણ છે, કેમ કે આમાં રેપો રેટને સ્થિર રાખવામાં આવ્યો છે. એવામાં વ્યાજ દરોમાં વધારો નહીં થાય. આનાથી કોરોના મહામારી અને લૉકડાઉનના ચક્કરમાં પરેશાન જનતાનો બોજો ઘટશે. RBIએ રેપો રેટમાં છેલ્લે મે 2020માં બદલાવ કર્યો હતો. તે સમયે 0.40 ટકા ઘટાડવામાં આવ્યો હતો, ત્યારથી આ સ્થિર છે.

English summary
GDP growth projected to be 7.8% for 2022-23: RBI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X