For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીડીપીમાં ઘટાડાથી સામાન્ય માણસના જીવન પર કઈ રીતે થશે અસર

જીડીપી ઘટવાની અસર માત્ર મોટા ઉદ્યોગો પર નથી થતી પરંતુ સામાન્ય માણસ પણ આનાથી પ્રભાવિત થાય છે. આવો જાણીએ કઈ રીતે.

|
Google Oneindia Gujarati News

અર્થવ્યવસ્થામાં મંદીની અસર જીડીપી પર દેખાઈ રહી છે. શુક્રવારે નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિકના આંકડા મુજબ ભારત વિકાસ દર પાંચ ટકા પર આવી ગયુ છે. જે છ વર્ષનું સૌથી નીચુ સ્તર છે. જીડીપીમાં ઘટાડા માટે આર્થિક બાબતોના જાણકારો આના પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જીડીપી ઘટવાની અસર માત્ર મોટા ઉદ્યોગો પર નથી થતી પરંતુ સામાન્ય માણસ પણ આનાથી પ્રભાવિત થાય છે.

આપણા બધા પર કેવી રીતે અસર કરે છે જીડીપી?

આપણા બધા પર કેવી રીતે અસર કરે છે જીડીપી?

જીડીપીનો અર્થ આર્થિક ઉત્પાદન અને વિકાસથી છે. દેશની અર્થવ્યવસ્થાથી સંબંધિત દરેક વ્યક્તિ પર આ પ્રભાવ નાખે છે. જીડીપી વધવા-ઘટવાની સ્થિતિમાં શેર બજાર પર અસર પાડે છે. નકારાત્મક જીડીપી રોકાણકારો માટે ચિંતાનો વિષય બની જાય છે. નકારાત્મક જીડીપી દેશના આર્થિક મંદીના સમયથી પસાર થવાના સંકેત છે. એવા સમયમાં જ્યારે દેશમાં ઉત્પાદન ઘટે છે તો બેરોજગારી વધી જાય છે. આ કારણે દરેક વ્યક્તિનું કામકાજ, આવક, ખર્ચ-રોકાણ કરવાની ક્ષમતા અને દેશની અર્થવ્યવસ્થા પણ આનાથી પ્રભાવિત થાય છે.

ઉત્પાદન ઘટશે, બેરોજગારી વધશે, રોકાણમાં ઘટાડો થશે

ઉત્પાદન ઘટશે, બેરોજગારી વધશે, રોકાણમાં ઘટાડો થશે

જીડીપી ઘટવાનો અર્થ છે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો આવી રહ્યો છે. જો બજારમાં ઔદ્યોગિક ઉત્પાદન ઓછુ હોય તો ઘણી સેવાઓ પણ પ્રભાવિત થાય છે. આમાં ભાડા, વીમો, ગોડાઉન, વિતરણ જેવી તમામ સેવાઓ શામેલ છે. આનાથી બેરોજગારી વધી જાય છે. વેચાણ ઠપ્પ પડી જાય છે તો કંપનીઓ કર્મચારીઓની છટણી કરવા લાગે છે. સાથે જ બચત અને રોકાણમાં ઘટાડો થાય છે. લોકો પાસે જે પૈસા બચશે તે બચત માટે ઉપયોગમાં લેવાશે. જ્યારે નોકરીઓ જશે તો ક્યાંથી બચત થશે.

આ પણ વાંચોઃ ચેટિંગ દરમિયાન ઈમોજીનો ઉપયોગ કરનારાના વધી જાય છે ડેટિંગના ચાન્સ, રિસર્ચમાં ખુલાસોઆ પણ વાંચોઃ ચેટિંગ દરમિયાન ઈમોજીનો ઉપયોગ કરનારાના વધી જાય છે ડેટિંગના ચાન્સ, રિસર્ચમાં ખુલાસો

શું છે જીડીપી, કેવી રીતે માપવામાં આવે છે

શું છે જીડીપી, કેવી રીતે માપવામાં આવે છે

એક નિશ્ચિત સમયમાં કોઈ દેશમાં ઉત્પાદિત, અધિકૃત રીતે માન્યતા પ્રાપ્ત અંતિમ માલ અને સેવાઓનું બજાર મૂલ્ય જ જીડીપી છે. આ એક આર્થિક સંકેત છે જે દેશના કુલ ઉત્પાદનને માપે છે. પ્રતિ વ્યક્તિ જીડીપી સામાન્યતયા કોઈ દેશના જીવન સ્તર અને અર્થવ્યવસ્થાની સમૃદ્ધિનું સૂચક માનવામાં આવે છે. ભારતમાં જીડીપીના ત્રણ ઘટક, કૃષિ, ઉદ્યોગ અને સેવા છે. આ ક્ષેત્રોમાં ઉત્પાદન વધવા-ઘટવાની સરેરાશના આધારે જીડીપી દર નક્કી થાય છે.

English summary
GDP What lower GDP means for you and me
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X