For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂપિયા 25500 થઇ જશે!!!

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 9 મે : ચમકતા સોનાની કિંમતો ચાલુ નાણાકીય વર્ષ 2014-15માં ઘટીને રૂપિયા 25,500થી રૂપિયા 27,500 પ્રતિ 10 ગ્રામના નિમ્ન સ્તરે આવી શકે છે. આ અનુમાન ઇન્‍ડિયા રેટિંગ્‍સ એન્‍ડ રિસર્ચ દ્વારા લગાવવામાં આવ્યું છે. રેટિંગ એજન્‍સીના જણાવ્‍યા અનુસાર સોનાના સ્‍થાનિક ભાવમાં ઘટાડા માટે મુખ્‍યત્‍વે વૈશ્વિક બજાર જવાબદાર બનશે.

એજન્સીના જણાવ્યા અનુસાર વર્ષ 2014-15માં વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ હાલના 1,300 ડોલરથી ઘટીને પ્રતિ ગ્રામ 1,150થી 1,250 ડોલર રહેવાનો અંદાજ છે. સ્‍થાનિક બજારમાં સોનાનો ભાવ હાલ રૂપિયા 29,500થી રૂપિયા 30,000ની રેન્‍જમાં ચાલી રહ્યો છે.

gold-coin-bar

એજન્‍સીને આશા છે કે 2014-15માં અમેરિકા અને યુરોઝોનની જીડીપી વૃધ્‍ધિ વધુ મજબૂત થઇ શકે છે. જેના પરિણામે અન્‍ય ચલણ સામે અમેરિકન ડોલર મજબૂત બનશે. યુએસ ડોલર ઇન્‍ડેક્‍સ અને સોનાના ભાવ વચ્‍ચે સામાન્‍ય રીતે વ્‍યસ્‍ત સંબંધ હોય છે. આગામી સમયમાં અમેરિકામાં વ્‍યાજદર વધવાની શક્‍યતા છે. તેને લીધે પણ સોનામાં રોકાણ બિનઆકર્ષક બનશે.

વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરીને પગલે ગોલ્‍ડ ઇટીએફમાં રોકાણકારોનો રસ ઘટવાની શક્‍યતા છે. ઇન્‍ડિયા રેટિંગ્‍સના જણાવ્‍યા અનુસાર 2014-15માં વિશ્વની મધ્‍યસ્‍થ બેંકો દ્વારા સોનાની ખરીદીનું વલણ ધીમું પડશે.

રેટિંગ એજન્‍સીએ 2013ની તુલનામાં હાલ ફિઝીકલ માર્કેટમાં ઘણા નીચા પ્રિમીયમને કારણે સોનાના ભાવમાં ઘટાડાની આગાહી કરી છે. અમેરિકા અને ઇયુની અંદાજ કરતા નીચી જીડીપી વૃધ્‍ધિ, વિવિધ દેશો વચ્‍ચે તણાવ અને ચીનનાં આર્થિક બજારોની અનિヘતિતા સોનાના ભાવને 1,300 ડોલરની પાર પહોંચાડી શકે. છેલ્લા કેટલાક સમયથી રશિયા - યુક્રેન સંકટને પગલે સોનાના ભાવમાં થોડો ઉછાળો નોંધાયો છે.

English summary
Gold price could touch Rupee 26000 per 10 gram's lower mark soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X