નોટિફિકેશન જાહેર : 1 જુલાઇથી પહેલા પાન કાર્ડને કરો આધારથી લિંક

Posted By:
Subscribe to Oneindia News

સરકારે આગામી 1 જુલાઇથી કરદાતાઓને તેમના આધાર કાર્ડને પાનકાર્ડ સાથે જોડવાનું અનિવાર્ય કર્યું છે. પાન નંબરને આધાર નંબર સાથે જોડવાની સમયસીમાને હવે ખાલી બે દિવસ જ બચ્યા છે. જો તમે આ બે દિવસની અંદર આ કામ ના કર્યું તો આવનારા સમયમાં તમારી મુશ્કેલીઓ વધી શકે છે. કેન્દ્ર સરકારે આધારને પાનકાર્ડ સાથે લિંક કરવા માટે નવા નિયમોને નોટિફાય કર્યા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા મંગળવારે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે પછી સરકારે આ મહત્વનું પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સરકારે આધારને પાન સાથે લિંક કરવાને અનિવાર્ય કર્યું હતું.

Pan card

https://incometaxindiaefiling.gov.in/e-Filing/Services/LinkAadhaarHome.html

તો જો તમે પણ આધાર અને પાન કાર્ડને લિંક કરવા માંગતા હોવ તો ઓનલાઇન નીચેની લિંક પર ક્લિક કરો. અને પૂછવામાં આવેલી તમામ જાણકારી યોગ્ય રીતે ભરીને તમે પાન કાર્ડ અને આધારને એકબીજાથી લિંક કરી શકો છો. ઉલ્લેખનીય છે કે દેશમાં પાનકાર્ડ ગ્રાહકોની સંખ્યા 25 કરોડ છે જ્યારે આધાર ગ્રાહકોની સંખ્યા પણ 111 કરોડ થઇ ચૂકી છે.

English summary
The government has made it mandatory to link existing Aadhaar numbers with the permanent account numbers (PAN) of taxpayers with effect from 1 July.
Please Wait while comments are loading...