For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મત ગણતરીમાં BJP આગળ આવતાં શેર બજારમાં નોંધાઇ તેજી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઇ ચૂકી છે. પ્રારંભિક ટ્રેન્ડમાં ભાજપ પાછળ રહેતાં શેર બજાર 600થી વધુ પોઇન્ટથી તૂટ્યું હતું.આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઇ ચૂકી છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલ મત ગણતરીના રૂઝાન પણ સામે આવી રહ્યાં છે. શરૂઆતમાં ભાજપ આગળ હતું, પરંતુ ધીરે-ધીરે મોટી ઉથલ-પાથલ જોવા મળી હતી. કેટલીક બેઠકોએ અપક્ષ તો કેટલીક બેઠકો પર કોંગ્રેસ આગળ જોવા મળ્યું છે. ચૂંટણી પરિણામોના આ પ્રારંભિક વલણની અસર શેર બજારમાં પણ જોવા મળી છે. પ્રારંભિક ટ્રેન્ડમાં ભાજપ પાછળ રહેતાં શેર બજાર 600થી વધુ પોઇન્ટથી તૂટ્યું હતું. સેનસેક્સ 600.51 પોઇન્ટ ડાઉન ગયું હોવાના સમાચાર હતા. હાલ નિફ્ટી 10,134.35 પર છે. જો કે, ધીરે-ધીરે ભાજપ ફરી આગળ થતાં શેર બજારમાં પણતેજી જોવા મળી હતી. ભાજપ આગળ આવતાં સેન્સેક્સમાં 200 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.

BJP

સેન્સેક્સમાં ઘટાડો નોંધાયો એ સમયે કોંગ્રેસ 88 બેઠકો પર આગળ હતું અને ભાજપ 72 બેઠકો પર. વર્તમાન સમયમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ, બંને રાજ્યોમાં ભાજપ આગળ છે. વર્તમાન સમયમાં ગુજરાત બેઝ્ડ શેર સારો વેપાર કરી રહ્યાં છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના શેર્સમાં 2.23 ટકા તેજી નોંધાઇ છે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં 1.01 ટકા અને ટોરંટ પાવર લિમિટેડમાં 0.45 ટકા તેજી જોવા મળી છે. ટોરંટ ફાર્માસ્યુટિકલ્સ લિ. 1.50 ટકા તેજી, કેડિલા હેલ્થકેર લિ. 0.90 ટકા તેજી અને ગુજરાત ગેસ લિ.માં 0.01ની મંદી જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકારણીય પરિસ્થિતિની અસર ઘણીવાર વેપાર અને શેર બજાર પર જોવા મળે છે. લોકસભા ચૂંટણી સમયે પણ પરિણામોના વલણને આધારે શેર બજારમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી હતી. જો કે, વિશેષજ્ઞોનું કહેવું છે કે, આ ઉથલ-પાથલ ક્ષણવારની કે ટેમ્પરરી પણ હોઇ શકે છે. રાજકારણમાં આખરી પરિણામ ન આવે ત્યાં સુધી કંઇ પણ કહેવું અઘરું છે. આમ છતાં, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની સીધી અસર શેર બજાર પર શરૂઆતથી જ જોવા મળી રહી છે.

English summary
gujarat election 2017 sensex crashes 700 points following BJP's reversal in Guj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X