For Quick Alerts
For Daily Alerts
મારૂતિનો ગુજરાત પ્લાન્ટ 2015માં કાર્યરત બનશે
વડોદરા, 4 જાન્યુઆરી : દેશની સૌથી વધારે ગ્રાહકો ધરાવતી ઓટોમોબાઇલ કંપની મારૂતિ સુઝુકી ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપી રહી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી ખાતેનો કાર પ્લાન્ટ વર્ષ 2015ના મધ્ય સુધીમાં કાર્યરત બનવાની શક્યતા છે. આ અંગેની માહિતી મારૂતિ સુઝુકીના સાઇઓ એસ વાય સિદ્દીકીએ આપી હતી. અગાઉ આ પ્લાન્ટ વર્ષ 2016 સુધીમાં શરૂ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. હવે પ્લાન્ટ વહેલો શરૂ થવાની શક્યતા શરૂ થઇ છે.
ગુજરાતના વડોદરામાં શરૂ થયેલા એફજીઆઇ એક્સપો 2013 એગ્રો અને ઓટો સંમેલનના સંદર્ભમાં વડોદરા ખાતે આવ્યા હતા. કંપનીના આયોજન અંગે બેચરાજી ખાતેના પ્લાન્ટ ખાતે વાર્ષિક અઢી લાખ કારોનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત કંપનીના ગુડગાંવ અને માનેસર-હરિયાણાના પ્લાન્ટમાં વાર્ષિક 17.5 લાખ કારોનું નિર્માણ થઇ રહ્યું છે. મારૂતિનો ગુજરાત ખાતેનો પ્લાન્ટ શરૂ થતા કંપનીની વાર્ષિત ઉત્પાદન ક્ષમતા વધીને 20 લાખ કાર થઇ જશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મારૂતિએ જૂન મહિનામાં ગુજરાત સરકાર સાથે બેચરાજી અને તેની આસપાસ 700 એકર જમીનની ખરીદી માટે સપોર્ટ સિસ્ટમ એગ્રીમેન્ટ(એસએસએ) કર્યા હતા. મારૂતિ આ પ્રોજેક્ટ માટે રૂપિયા 4000 કરોડનું રોકાણ કરવાની છે. જેમાં 2000 લોકોને રોજગારી મળશે.