For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Highlight: એક નજર કરો Rail Budget 2013-14 પર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: નાણાંકીય વર્ષ 2013-14નું રેલવે બજેટ મંગળવારે રેલવે મંત્રી પવન કુમાર બંસલે સંસદમાં રજૂ કર્યું હતું. 17 વર્ષ બાદ કોંગ્રેસના કોઇ મંત્રીએ આ પ્રથમ રેલ બજેટ રજૂ કર્યું છે. આ વખતે રેલવે બજેટમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમો અને રેલવે સલામતીના ઉપાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રેલ બજેટ 2013-14 પર એક નજર

- પવન બંસલે રેલવે બજેટ પહેલાં વડાપ્રધાન અને સોનિયા ગાંધીનો આભાર વ્યક્ત કર્યો.

- ભારતીય રેલનું ભારતમાં મહત્વપૂર્ણ યોગદાન છે- પવન કુમાર બંસલ

- સુરક્ષા અને યાત્રીઓની સુવિધાઓ વધારવાનો પ્રયત્ન: રેલવે મંત્રી

- આ વર્ષેનું ઓપરેશનલ નુકસાન 24600 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે

- અલ્હાબાદ કુંભ દુર્ઘટનાથી અમે સ્તબ્ધ છીએ પરંતુ ભવિષ્યમાં આવી પરિસ્થિતીનો સામનો કરવા માટે સાવધાની રાખવામાં આવશે ઇમજન્સી યોજનાઓ બનાવીશું: પવન કુમાર બંસલ

- ગત વર્ષની તુલનામાં વર્ષ 2012માં મુસાફર ગાડીઓની સંખ્યા 12,235 થઇ ગઇ છે પરંતુ સંચાલનમાં નુકસાન થઇ રહ્યું છે.

- વર્ષ 2012-13માં રેલવેને 22,500 કરોડનું નુકસાન થયું હતું, જે વર્ષ 2013-14માં 24,600 કરોડ થવાનું અનુમાન છે.

- સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહી, મેરી કોશિશ હૈ કી સૂરત બદની ચાહિએ: પવન કુમાર બંસલ

- 40 ટકા રેલ દુર્ઘટનાઓ રેલવે કોંગ્રીસ પર થાય છે. 31846 રેલવે ક્રોસિંગ હટાવવા માટે કેન્દ્રિય માર્ગ કોષમાંથી ધન જરૂરિયાત પડશે.

26-rail-budget

- ગાડીઓના કોચ, પેંટ્રીકાર અને એસી કોચમાં અગ્નિશમન યંત્ર, આગની દુર્ધટનાઓથી સુરક્ષા માટે દસ વર્ષીય કાર્ય યોજના.

- પસંદ કરેલી ટ્રેનોમાં મફતમાં વાઇફાઇ સુવિધા

- પસંદ કરેલી ટ્રેનોમાં આધુનિક સુવિધઓથી લેંસ એક કોચ હશે. તેનુ નામ અનુભૂતિ કોચ હશે.

- ટિકીટ બુકિંગ અને રેલવે કર્મચારીઓની પેન્શન સહિત અન્ય સેવાઓ માટે ભારતીય રેલ આધાર સ્કીમનો ઉપયોગ કરશે.

- રેલવે વેબસાઇટ પર જામ કારણે માર્ચ સુધી આધુનિક ઇ ટિકીટીંગ વ્યવસ્થા.

- ઇ ટિકિટીંગ રાત્રે 12.30 થી 11.30 સુધી રહેશે.

- ફક્ત એક કલાક માટે બંધ થશે ઇ ટિકીટ સેવા.

- મણિપુરને રેલ સેવા સાથે જોડવામાં આવશે.

- ખાવા-પીવાની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવશે.

- મહિલાઓની સુરક્ષા માટે આઠ કંપનીઓ બનાવવામાં આવશે.-વૈષ્ણવદેવીના યાત્રીઓ માટે ટ્રેનની ટિકીટની સાથે દર્શનની રસીદ આપવામાં આવશે. જમ્મૂથી શ્રીનગર સુધી ટ્રેનની સાથે બસ ટિકીટની સુવિધા.

-જમ્મૂ થી કટરા સુધી પહોંચશે ટ્રેન

- સફાઇ માટે નવા પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

- મોબાઇલથી પણ થઇ શકશે ઇ-ટીકીટ બુકિંગ

- આધાર કાર્ડને ઇ-ટિકીટ સાથે જોડવામાં આવશે.

- રેલ ટ્રેક પર નવી ટેક્નોલોજી બનશે

- ગાડીઓમાં વાઇ-ફાઇ સિસ્ટમ લગાવવામાં આવશે

સોનીપતમાં પણ મુસાફર ડબ્બા બનાવવામાં આવશે

- રાયબરેલીમાં વધુ એક ફેક્ટર લગાવવામાં આવશે.

- ઓરિસ્સાના ગંજામમાં નવી વેગન ફેક્ટરી બનાવવાની યોજના

- સહેલાણીઓના અનુભવોને અને સુખદ બનાવીશું

- કેટરીંગ સેવામાં સુધારો કરવામાં આવશે

- આઇએસઓના માપદંડ અનુસાર રેલવેનું જમવાનું હશે

- કેટરીંગમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ

- સ્ટાફ ક્વાર્ટર પણ પીપીપી મોડલના અનુસાર બનાવવામાં આવશે.

- કેટલાક રેલવે સ્ટેશનો પર નવા ફુટઓવર બ્રિજ બનાવવામાં આવશે.

- નાગપુરમાં મોટા તાલીમ કેન્દ્રના નિર્માણની યોજના- મહિલા રેલ કર્મચારીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે. આગામી વર્ષે 300 કરોડ રૂપિયાની જોગવાઇ

- સિકંદરાબાદમાં રેલવે નાણાં સંસ્થાન બનાવવામાં આવશે.

- રેલવે ખોટા ખર્ચા કરશે નહી, પૈસા કમાવવા જ પૈસા બચાવવા છે- બંસલ

- પસંદગીકાર રમત પુસ્કારોથી સન્માનિત લોકોને મફતમાં પ્રવાસ પાસ

રાજીવ ગાંધી ખેલ વિજેતાને રેલવે પાસની સુવિધા મળશે

- ખાણોમાંથી લોડીંગ માટે કનેક્ટિવીટી વધારવામાં આવશે.

- અરૂણાચલ પ્રદેશ આ વર્ષે રેલ સંપર્ક સાથે જોડાશે. મણિપુરને રેલ સંપર્ક સાથે જોડવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે.

- રેલવે આ વર્ષે ભંગાર વેચીને 4500 કરોડ રૂપિયા રળશે.

- રેલવેમાં એક લાખ 52 હજાર ભરતી કરવામાં આવશે.

- નબળા વર્ગો માટે 47 હજાર ભરતી કરવામાં આવશે.

- સ્વતંત્રતા સેનાનીઓ માટે પાસના નવીકરણની સમયમર્યાદા એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરી દિધી છે.

- મુસાફર ભાડામાંથી 32,500 કરોડની આવકનો લક્ષ્યાંક

- આરપીએફ ભરતીમાં મહિલાઓ માટે 10 અનામત

- સ્વતંત્રતા સેનાની પાસ 3 વર્ષે રિન્યૂ થશે.

- મુસાફરોની સંખ્યામાં 5.2 ટકાનો વધારો નક્કી

- વધુ 6 રેલ નીર બોટલીંગ બ્લાસ્ટ લગાવવામાં આવશે.

- સુરક્ષા માટે સિગ્નલ સિસ્ટમની જરૂરિયાત

- રેલ ભાડુ વધારવામાં નહી આવે.

થોડા અઠવાડિયા પહેલાં જ વધારવામાં આવેલા રેલવે ભાડામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ માલભાડામાં પાંચ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

- માલભાડામાં સરચાર્જ લાગશે.

વર્ષમાં બે વાર રેલવેના ભાડામાં વધારો કરવાનો પ્રસ્તાવ

- કલકત્તા-મુંબઇમાં એસી ઇએમયૂ શરૂ થશે

- રિઝર્વેશન સ્થિતી પર યાત્રીઓને એસએમએસ એલર્ટ

- ઇંઘણના ભાવમાં વધારો અને કાપની સાથે રેલભાડામાં વધારો-ધટાડો કરવામાં આવશે.

- સરચાર્જ લાગવાથી રેલવે ટિકીટ મોંઘી બનશે.

- મુંબઇ લોકલ ટ્રેનમાં એસી ડબ્બા લગાવવામાં આવશે.

- 67 નવી એક્સપ્રેસ ટ્રેન, 26 નવી પેસેન્જર ટ્રેન

- 5 મેમૂ અને આઠ ડેમૂ ટ્રેનની જાહેરાત

English summary
Pawan Kumar Bansal introducing the Railway Budget, 2013-14 26th February 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X