તેલની ઘટતી કિમત વૈશ્વિક અર્થતંત્ર અને રાજકારણમાં કેવો ભૂકંપ સર્જી શકે?
છેલ્લા ઘણા દિવસોથી ઘટી રહેલી ક્રુડ ઓઇલની કિંમતોને કારણે વૈશ્વિક અર્થતંત્ર જ નહીં પરંતુ દુનિયાનો નકશો અને રાજકીય સમીકરણો પણ બદલાઇ શકે છે. આ સ્થિતિનો અહેવાલ બ્લૂમ્બર્ગ દ્વારા આપવામાં આવ્યો છે.
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર વર્ષ 2008 બાદ તેલની કિંમતોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. જેના કારણે વિશ્વમાં અનેક સ્તરે તેની અસર પહોંચી છે. આગામી સમયમાં તેલની કિંમતમાં ઘટાડો ચાલુ રહ્યો તો અનેક ચોંકાવનારા પરિણામો માટે તૈયારી રાખવી પડશે.
આ પરિણામો કેવા હોઇ શકે તે જાણવા આગળ ક્લિક કરો...

તેલની કિંમતો કેટલી ઘટી શકે?
માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે વર્તમાન સમયમાં તેલની કિંમતો 50 ડોલર પ્રતિ બેરલથી નીચે જતી રહી છે. આ કિંમત 40 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી શકે છે. આ અનુમાન કરનારા યુનાઇટેડ કેપના વૉલ્ટર જિમરમનનું કહેવું છે કે જો એકવાર કિંમત 39 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી તો તે 30 ડોલર સુધી પણ નીચે જઇ શકે છે.

લાભ અને ગેરલાભનું સમીકરણ
આગામી સમયમાં તેલની કિંમતો વધારે ઘટશે તો વેનેઝુએલા, રશિયા, સાઉદી અરબ, ઇરાન જેવા દેશોમાં મુશ્કેલી વધી શકે છે. જ્યારે અમેરિકા, ભારત, ફિલિપાઇન્સ જેવા દેશોને લાભ પહોંચશે.

કેવું છે નફા નુકસાનનું ગણિત?
ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના અભ્યાસ અનુસાર જો ઓઇલની કિંમત 40 ડોલર સુધી પહોંચી તો ફિલિપાઇન્સ સૌથી વધુ ઝડપી વૃદ્ધિ કરનારો દેશ બની જશે. જ્યારે રશિયન ઇકોનોમીમાં 2.5 ટકાનો ઘટાડો થશે. વેનેઝુએલામાં મોંઘવારી વધશે. મોટા અર્થતંત્રમાં હોંગકોંગ અને ભારતને ફાયદો થશે. જ્યારે રશિયા, સાઉદી અરબ, યુએઇની હાલત ખરાબ થશે.

રાજદ્વારી અસરો કેવી હશે?
એક્સપર્ટ્સનું માનવું છે કે અર્થતંત્રો પર પડનારી અવળી અસરો ને પગલે 2015માં ઇરાન પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ અટકાવી દેવા મજબૂર બની શકે છે. કારણ કે પશ્ચિમી દેશોના પ્રતિબંધને કારણે ઇરાન અત્યારે પોતાનું રાજસ્વ ગુમાવી રહ્યો છે. આર્થિક વિકાસના મુદ્દે ચૂંટાઇ આવેલા રાષ્ટ્રપતિ હસન રુબાની સમક્ષ મોટો પડકાર ઉભો થશે. જેના કારણે ન્યુક્લિયર પ્રોગ્રામ પડતો મૂકાય એવા સંજોગો ઉભા થઇ શકે છે.

રશિયા કરશે ત્રીજું યુદ્ધ?
રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને અર્થતંત્રને સંભાળી નહીં શકવા બદલ રાજીનામુ આપવું પડી શકે છે. એમ ના થાય તો રશિયા આક્રમક બની શકે છે. જો એમ થાય તો વિશ્વમાં રાજકીય અને આર્થિક અસ્થિરતા જન્મી શકે, જેના કારણે યુદ્ધનું આહવાન થઇ શકે છે.