For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇ ઇન્શ્યોરન્સ એકાઉન્ટ (eIA) કેવી રીતે ખોલાવી શકાય?

|
Google Oneindia Gujarati News

એક નહીં, અનેક વીમા પોલીસીઓ હોવી અને બધી જ પોલીસીઓ સાચવીને મૂકી રાખવી મુશ્કેલ કામ છે. જોકે હવે ઇન્ટરનેટ આપનું આ કામ સરળ બનાવી શકે એમ છે. આ પગલું પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ દ્વારા લેવામાં આવ્યું છે. તેમણે IRDAની ઇન્શ્યોરન્સ રિપોઝિટરી સિસ્ટમ (IRS) આ પગલાંથી વીમા ક્ષેત્રમાં વધારે પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ એકાઉન્ટમાં પોલિસી હોલ્ડર તેની તમામ પ્રકારની પોલિસીઓ જેવી કે લાઇફ, જનરલ, ગ્રુપ હેલ્થ વગેરેને સિંગલ ઇલેક્ટ્રોનિક ઇન્શ્યોરન્સ એકાઉન્ટ મારફતે મેનેજ કરી શકાય છે. આ એકાઉન્ટને ઓનલાઇન ગમે ત્યારે ખોલીને જરૂર મુજબની કાર્યવાહી હાથ ધરી શકાય છે. આ ઉપરાંત તેમાં થયેલા ટ્રાન્ઝેક્શન્સને પણ ગમે ત્યારે જોઇ શકાય છે.

insurance-1

આપની અનુકૂળતા અનુસાર આપ ઇરડાની માર્ગદર્શિકા અનુસાર રિપોઝિટરી પસંદ કરી શકો છો. જેમાં સેન્ટ્રલ ઇન્શ્યોરન્સ રિપોઝિટરી લિમિટેડ, નેશનલ ઇન્શ્યોરન્સ પોલિસી રિપોઝિટરી અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની પસંદગી કરી શકો છો.

ઇ ઇન્શ્યોરન્સ એકાઉન્ટ ખોલાવવાની પદ્ધતિ
1. ઇ ઇન્શ્યોરન્સ એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ ડાઉનલોડ કરો
2. ઇ ઇન્શ્યોરન્સ એકાઉન્ટના અરજી પત્રકમાં વિગતો ભરો
3. તેને આપની પસંદના ઇન્શ્યોરન્સ રિપોઝિટરીને મોકલી આપો
4. ઇન્શ્યોરર આપને આ અંગે પત્રથી અને પોર્ટલ બંને રીતે જાણ કરશે.
5. આપના ઇન્શ્યોરર આપને ઇ પોર્ટલ પર સફળતાપૂર્વક પોલિસી અપલોડની જાણ કરશે.
6. આ સમગ્ર કાર્યવાહી માટે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ નંબર આપવો જરૂરી છે.

English summary
How to Open e-Insurance Account(eIA)?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X