For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સરકારી બેન્ક રાતો રાત થઈ ગઈ પ્રાઈવેટ

રિઝર્વ બેન્કે IDBI બેન્કને ખાનગી ક્ષેત્રની બેન્કની કેટેગરીમાં મૂકી દીધી છે. ભારતીય જીવન વીમા નિગમે IDBI બેન્કમાં મોટાભાગનો હિસ્સો ખરીદ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.

|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેન્કે IDBI બેન્કને ખાનગી ક્ષેત્રની બેન્કની કેટેગરીમાં મૂકી દીધી છે. ભારતીય જીવન વીમા નિગમે IDBI બેન્કમાં મોટાભાગનો હિસ્સો ખરીદ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. આર્થિક સંકટમાં ફસાયેલી IDBI બેન્કમાં LICએ 51 ટકા હિસ્સો જાન્યુઆરી સુધીમાં ખરીદ્યો છે.

આ પણ વાંચો: વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ દાન કર્યા 52,750 કરોડ

IDBIમાં હવે LICનો 51 ટકા હિસ્સો

IDBIમાં હવે LICનો 51 ટકા હિસ્સો

રિઝર્વ બેન્કે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે RBIએ રેગ્યુલેટરી હેતુ માટે 21 જાન્યુઆરી, 2019થી IDBI બેન્કને ખાનગી ક્ષેત્રની કેટેગરીમાં મૂકી છે. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને IDBIમાં પેડ અપ કેપિટલ 51 ટકા થયા બાદ બેન્કને ખાનગી ક્ષેત્રની કેટેગરીમાં મૂકાઈ છે.

બેન્ક PCA ફ્રેમવર્ક વાળી બેન્કોમાં હતી સામેલ

બેન્ક PCA ફ્રેમવર્ક વાળી બેન્કોમાં હતી સામેલ

IDBI બેન્કને રિઝર્વ બેન્કની તત્કાલ સુધારાત્મક કાર્યવાહી રૂપરેખા અંતર્ગત રખાઈ છે. PCA ફ્રેમવર્કમાં આવનાર બેન્કો પર RBIનો કંટ્રોલ હોય છે. રિઝર્વ બેન્કે તેને લોન આપવાથી અટકાવી શકે છે. જો કે સાથે જ IDBI બેન્કે પોતાના નવા શેર હોલ્ડર LIC સાથે મળીને બેન્કિંગ સર્વિસ અને વીમાને એક કરવા રણનીતિ તૈયાર કરી છે.

LICને મળશે 2 હજાર બ્રાંચનો લાભ

LICને મળશે 2 હજાર બ્રાંચનો લાભ

LICએ IDBIમાં 51 ટકા હિસ્સો ખરીદ્યા બાદ દેવામાં ડૂબેલી બેન્કને લગભગ 10 હજારથી 13 હજાર કરોડ સુધીની મૂડી મળી છે. LIC સાર્વજનિક ક્ષેત્રની IDBI બેન્કમાં હિસ્સો ખરીદી બેન્કિંગ ક્ષેત્રમાં પગ મૂકવા લાંબા સમયથી તૈયારી કરી રહી હતી. બેન્કની દેવાગ્રસ્ત સંપત્તિઓ છતાંય તેને વેપારી તાલમેલનો ફાયદો થશે.

LICને લગભગ 2 હજાર બ્રાંચનો લાભ મળશે, જેના દ્વારા તે પોતાની પ્રોડક્ટ વેચી શક્શે. તો બેન્ક તરફથી LICને ફંડ પણ મળશે. આ સોદાથી બેન્કને લગભગ 22 કરોડ પોલિસી ધારકોના ખાતા અને કોષનો ફ્લો મળશે.

બેન્કના ગ્રાહકોને નહીં થાય અસર

બેન્કના ગ્રાહકોને નહીં થાય અસર

એ વાત પણ જાણી લો કે રિઝર્વ બેન્કે ભલે IDBI બેન્કને પ્રાઈવેટ જાહેર કરી હોય, પરંતુ તેનાથી બેન્કના ગ્રાહકોને કોઈ અસર નહીં થાય. તેમના બધા જ કામ પહેલાની જેમ જ થશે. રિઝર્વ બેન્કની ગાઈડલાઈન સરકારી અને ખાનગી બેન્ક માટે સમાન જ હોય છે.

RBIએ SBI સહિત 3 બેન્કોને આપી મોટી જવાબદારી

RBIએ SBI સહિત 3 બેન્કોને આપી મોટી જવાબદારી

તો બીજી તરફ રિઝર્વ બેન્કે કહ્યું કે SBI, ICICI બેન્ક અને HDFC બેન્કે 1 એપ્રિલ સુધીમાં વધારાની મૂડી આવશ્યક્તા નિયમનું પાલન કરવું પડશે. સેન્ટ્ર બેન્કે કહ્યું કે આ ત્રણેય બેન્ક મોટી બેન્ક છે. તેમણે D-SIB ઘરેલુ પ્રણાલી મુજબ મહત્વની મનાઈ છે. એટલે એ વાત સુનિશ્ચિત કરવામાં આવે છે કે તેમાં કોઈ પ્રકારની ગરબડ થાય તો પણ નાણાકીય સેવાઓ પર થનારી અફરાતફરીને કંટ્રોલ કરી શકાય.

English summary
idbi bank came into the private sector bank category
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X