For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં જન્મેલા સત્યા નાડેલા બન્યા માઇક્રોસોફ્ટના CEO

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 5 ફેબ્રુઆરી: દુનિયાની સૌથી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટે ભારતમાં જન્મેલા સત્યા નાડેલાને નવા મુખ્ય કારોબારી અધિકારી (સીઇઓ) બનાવવાની જાહેરાત કરી છે. હૈદ્વાબાદમાં જન્મેલા સત્યા નાડેલા આ પદ પર સ્ટીવ બામરનું સ્થાન લેશે. કંપનીના નિવેદનમાં કહેવામાં આવે છે કે સત્યા નાડેલા માઇક્રોસોફ્ટના ત્રીજા સીઇઓ થશે.

સત્યા નાડેલ (46) એવા સમયમાં માઇક્રોસોફ્ટની કમાન સંભાળવા જઇ રહ્યાં છે જ્યારે આ કંપની ઉપકરણો તથા ક્લાઉડ બુનિબાદી માળખા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સત્યા નાડેલે નિવેદનમાં કહ્યું હતું કે માઇક્રોસોફ્ટ સમક્ષ મોટા અવસર છે પરંતુ તેમનું દોહન કરવા માટે અમારે ઝડપથી, મહેનતથી કામ કરવું પડશે અને રૂપાંતરણ જાહેર રાખવું પડશે.

satya-nadella.jpg

માઇક્રોસોફ્ટના સંસ્થાપક તથા પૂર્વ ચેરમેન બિલ ગેટ્સે કહ્યું હતું કે પરિવર્તનના સમયમાં માઇક્રોસોફ્ટનું નેતૃત્વ કરવા માટે સત્યા નાડેલથી સારા કોઇ વ્યક્તિ હશે નહી. તેમને સત્યા નાડેલને ઇજનેરી કૌશલ્ય, બિઝનેસ દ્રષ્ટિકોણવાળા અધિકારી ગણાવ્યા છે તેમનામાં લોકોને સાથે લાવવાની ક્ષમતા છે.

ક્લાઉડ એન્ડ ઇન્ટરપ્રાઇઝ ગ્રુપના પૂર્વ કાર્યકારી ઉપાધ્યક્ષ સત્યા નાડેલ દુનિયાની સૌથી મોટી ક્લાઉડ બુનિયાદી માળખામાંથી એકના વિકાસનું નેતૃત્વ કરી રહ્યાં છે. બિલ ગેટ્સ ટેક્નોલોજી સલાહકારની નવી ભૂમિકા ધારણ કરશે તથા કંપનીના ઉત્પાદન તથા ટેક્નોલોજીના નિર્દેશકમાં વધુ સમય આપશે.

English summary
Hyderabad Public School. Located on Begumpet Road in Hyderabad, this is the school Satya Nadella , the newly appointed CEO of Microsoft, attended. The school's emblem is an eagle and it prods its students to think of themselves as eagles and aim to soar high.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X