
ભારતમાં 70 અરબપતિ, રિલાયન્સના મુકેશ અંબાણી સૌથી શ્રીમંત
નવી દિલ્હી, 2 માર્ચ: અરબપતિઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પાંચમાં સ્થાન પર છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ છે જેમની પાસે 18 અરબ ડોલરની વ્યક્તિગત સંપત્તિ છે. આ વાત એક રિપોર્ટમાં કહેવાઇ છે.
ચીનની અનુસંધાન કંપની હુરુનની વૈશ્વિક શ્રીમંતોની સૂચિમાં મુકેશ અંબાણી 41માં સ્થાન પર રહ્યા, જેમાં સૌથી ઉપર બિલ ગેટ્સ છે. ગેટ્સની પાસે 68 અરબ ડોલરની સંપત્તિ છે. આ સૂચિમાં જે મહત્વપૂર્ણ ભારતીયોના નામ સામેલ છે તેમાં લક્ષ્મી એન. મિત્તલનો પણ સમાવેશ થાય છે જે 17 અરબ ડોલરની વ્યક્તિગત સંપત્તિ સાથે 49માં સ્થાને છે.
સન ફાર્માના દિલીપ સાંઘવી અને વિપ્રોના અજીમ પ્રેમજી 13.5-13.5 અરબ ડોલરની વ્યક્તિગત સંપત્તિની સાથે 77માં સ્થાન પર છે અને ટાટા સન્સના પલોન્જી મિસ્ત્રી 12 અરબ ડોલરની સંપત્તિની સાથે 93માં સ્થાન પર છે. એસપી હિન્દુજા અને પરિવાર પણ 12 અરબ ડોલરની સાથે સૂચિમાં 93માં સ્થાન પર છે.
વૈશ્વિક શ્રીમંતોની સૂચિમાં ગેટ્સ બાદ બર્કશાયર હૈથવેના વોરન બફેનું સ્થાન રહ્યું જે 64 અરબ ડોલરની સંપત્તિના સ્થાને બીજા સ્થાન પર રહ્યા અને 62 અરબ ડોલરની સાથે ઇંડિટેક્સના અમનસિયો ઓર્ટેગા ત્રીજા સ્થાન પર છે. આ સૂચિમાં ચોથા સ્થાન પર કાલરેસ સ્લિમ હેલૂ અને તેમના પરિવારનું સ્થાન રહ્યું જેમની પાસે 60 અરબ ડોલરની સંપત્તિ છે જ્યારે ઓરેકલના લૈરી એલિસન 60 અરબ ડોલરની સંપત્તિની સાથે પાંચમાં સ્થાને છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે ભારતીય રૂપિયામાં અમેરિકન ડોલરના મુકાબલે 12 ટકાનો ઘટાડો નોંધાયો હતો જેના કારણે ભારતીયો માટે આ સૂચિમાં સ્થાન પ્રાપ્ત કરવામાં મુશ્કેલી થઇ. મુદ્રામાં ઉતાર-ચઢાવ ઉપરાંત ભારતની સ્થિતિ ગયા વર્ષે સુધરી અને હુરુનની વૈશ્વિક શ્રીમંતોની સૂચિમાં તેઓ 70 અરબપતિઓની સાથે પાંચમાં નંબરે પર છે. 2013ની સૂચિના મુકાબલે આ સૂચિમાં 17 વધુ શ્રીમંતોને સામેલ કરવામાં આવ્યા. રસપ્રદ વાત એ છે કે ભારતમાં જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાંસ અને જાપાન કરતા વધારે અરબપતિઓ છે.
ભારતીય અરબપતિઓની સંયુક્ત સંપત્તિ 390 અરબ ડોલર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં 481 અરબપતિ છે, ત્યારબાદ 358 અરબપતિઓની સાથે ચીનનો નંબર આવે છે. અમેરિકા અને ચીનમાં વિશ્વના અડધા અરબપતિ છે. બ્રિટેન, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ, ભારત અને રશિયામાં અરબપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ ઉપરાંત મુંબઇમાં 33 અરબપતિ છે અને વિશ્વના શ્રેષ્ઠ અરબપતિવાળા શહેરોમાં સામેલ છે.ન્યૂયોર્ક વિશ્વના અરબપતિઓની રાજધાની છે. આ સૂચિમાં 68 દેશોના 1867 અરબપતિઓને સામેલ કરવામાં આવ્યા છે. આ શ્રીમંતોની પાસે 6900 અરબ ડોલરની સંપત્તિ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૂચિમાં સામેલ અરબપતિઓની એવરેજ ઉંમર 64 વર્ષની છે અને દરેક નવમી મહિલા અરબપતિ છે. ગયા વર્ષની સૂચિમાં દરેક 10 અરબપતિમાં એક મહિલાનો સમાવેશ થતો હતો.