For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીયોએ લગાવી લત, ભારત વિશ્વનું બીજુ સૌથી મોટુ ઇન્ટરનેટ યૂઝર

રિલાયન્સ જીયોના સસ્તા મોબાઇલ ડેટાને લીધે, દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.

|
Google Oneindia Gujarati News

રિલાયન્સ જીયોના સસ્તા મોબાઇલ ડેટાને લીધે, દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. જાણકારી આપી દઈએ કે તાજેતરની એક રિપોર્ટ અનુસાર, ઇન્ટરનેટના કુલ ગ્લોબલ વપરાશકર્તાઓમાં ભારતનો 12 ટકા હિસ્સો છે. તેનાથી ભારત ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની વધુ વસ્તી ધરાવતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. ઇન્ટરનેટ ટ્રેન્ડ્સ પર વર્ષ 2019 ની મેરી મીકર રિપોર્ટમાં જણાવાયું છે કે ચીન પછી, ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું ઇન્ટરનેટ વપરાશકર્તા બન્યું છે. જણાવી દઈએ કે રિપોર્ટમાં, જીયોને અમેરિકાની બહારની સૌથી નવીનતમ ઇન્ટરનેટ કંપનીઓમાંની એક તરીકે વર્ણવવામાં આવી છે.

આ પણ વાંચો: SBI પહેલી બેન્ક છે જે તેના ગ્રાહકોને આ સારા સમાચાર આપવા જઈ રહી છે

વિશ્વભરમાં આશરે 3.8 અબજ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે

વિશ્વભરમાં આશરે 3.8 અબજ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે

રિપોર્ટમાં એવું પણ જાહેર કરવામાં આવ્યું છે કે વિશ્વભરમાં 3.8 અબજ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. તે વિશ્વની કુલ વસતીના અડધાથી વધુ છે. 21% ઇન્ટરનેટ વપરાશકર્તાઓ સાથે ચીન શીર્ષ પર છે. અમેરિકામાં, વિશ્વભરના ઇન્ટરનેટ વપરાશકર્તાઓના માત્ર 8 ટકા જ છે. સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓનો વૃદ્ધિ દર મજબૂત બનેલો છે. જયારે 2018 માં તે 6 ટકા હતો. જો કે, 2017 માં તે સાત ટકાથી ઓછો છે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ જિયોના 30.7 કરોડ મોબાઇલ ફોન વપરાશકર્તાઓ છે.

જીયોના મફત વૉઇસ કૉલ્સ અને સસ્તા ડેટા પ્લાનને એક વર્ષમાં બમણો ડેટા

જીયોના મફત વૉઇસ કૉલ્સ અને સસ્તા ડેટા પ્લાનને એક વર્ષમાં બમણો ડેટા

તેમાં, જીયોના વડા મુકેશ અંબાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ હાઈબ્રીટ ઑનલાઇનથી ઑફલાઇન વાણિજ્ય પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છે. આમાં, રિલાયન્સ રિટેલના માર્કેટપ્લેટ્સને જીયોના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડી રહ્યા. 5 સપ્ટેમ્બર, 2016 ના રોજ જીયોએ સસ્તી ઇન્ટરનેટ યોજના સાથે ભારતીય બજારમાં કારોબાર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી દેશમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો થયો છે અને સ્પર્ધાને લીધે, અન્ય કંપનીઓએ તેમની ઇન્ટરનેટ યોજનાઓ પણ સસ્તી બનાવી છે.

જીયોના મફત વૉઇસ કૉલ્સ અને સસ્તા ડેટા પ્લાન્સએ એક વર્ષમાં ડેટાનો ઉપયોગ બમણો કરવામાં મદદ કરી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં ઇન્ટરનેટના નિયમો ખૂબ સંતુલિત છે. જોકે ઘણી નિયમનકારી સંસ્થાઓ ઇન્ટરનેટ ઍક્સેસને નિયંત્રિત કરવા માટે કાર્ય કરે છે. પરંતુ આ નિયંત્રણ અપમાનજનક સામગ્રી દૂર કરવા સુધી સીમિત રહ્યું છે.

ભારતની 95% વસ્તી સુધી તેમની સીધી પહોંચ બનાવવા માટેના પ્રયાસમાં જિયો

ભારતની 95% વસ્તી સુધી તેમની સીધી પહોંચ બનાવવા માટેના પ્રયાસમાં જિયો

જણાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા વર્ષે હાઇબ્રિડ ઓનલાઈન ઑફલાઇન મોડેલ સાથે ઇ-કોમર્સ સેગમેન્ટમાં પ્રવેશની જાહેરાત કરી હતી. ત્યારથી, કંપનીએ લોજિસ્ટિક્સ કંપની ગ્રેબ, સૉફ્ટવેર ફર્મ સી-સ્ક્વૉયર, પ્રાદેશિક ભાષા સેવા પ્રદાતા પ્લેટફોર્મ રિવેરા લેંગ્વેજ ટેક્નોલોજીઓ સહિત અનેક કંપનીઓને હસ્તગત કરી છે. જાણકારી આપી દઈએ કે કંપની તેમના ઇ-કૉમર્સ વેંચર માટે ડિલિવરી અને 5,000 શહેરો અને નગરોમાં 5,100 થી વધુ જિયો-પોઇન્ટ સ્ટોર્સને કલેક્શન પોઇન્ટ તરીકે ઉપયોગ કરવાની છે. આ સાથે, કંપની ભારતની કુલ 95% વસ્તી સુધી તેમની સીધી પહોંચ બનાવવા માટેના પ્રયાસમાં લાગેલી છે.

English summary
India Is The World Second largest Internet User, around 3.8 billion
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X