For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય કંપનીઓ 2015માં રૂપિયા 8000 કરોડના IPOs રજૂ કરશે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 5 જાન્યુઆરી : શેરબજારમાં વર્ષ 2014માં જોવા મળેલી તેજી 2015માં પણ યથાવત રહેશે તેવા આશાવાદ સાથે ભારતીય કંપનીઓ 2015માં બિઝનેસના વિસ્તરણ તેમજ કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રૂપિયા 8,000 કરોડના જાહેર ભરણાં યોજવાની (IPOs) લાવવાની તૈયારીઓ કરી રહી છે.

વીડિયોકોન D2H, લવાસા કોર્પોરેશન, એડલેબ્સ એન્ટરટેઈનમેન્ટ, રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમિટેડ, MEP ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વગેરે સહિતની અનેક કંપનીઓ આગામી મહિનાઓમાં જાહેર ભરણાં લાવવા માટેની તૈયારી કરી રહી છે.

ipo-1

છેલ્લે પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં કુલ સાત કંપનીઓએ 2,965 કરોડ રૂપિયાના જાહેર ભરણાં યોજવા માટે સેબીની મંજૂરી મેળવી લીધી છે જ્યારે અન્ય 12 કંપનીઓએ કુલ 5,362 કરોડના જાહેર ભરણાં માટે સેબીમાં તેમના પ્રોસ્પેક્ટસ ફાઈલ કરી દીધાં છે અને તેઓ બજારના નિયમનકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.

મોટા ભાગની કંપનીઓ તેમના વિસ્તરણ પ્રોજેક્ટ્સ તેમજ કાર્યશીલ મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે જાહેર ભરણાં લાવવાની યોજના ધરાવે છે.

બજારના નિષ્ણાતોનું માનવું છે કે મે 2014માં કેન્દ્રમાં નવી સરકાર રચાયા બાદ ડઝનેક કંપનીઓએ ડ્રાફ્ટ ફાઈલ કર્યા છે તે જોતાં 2015માં IPO માર્કેટમાં ચેતનાનો સંચાર થવાની શક્યતા જણાય છે. બજારની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને IPOની યોજના પડતી મૂકનારી કંપનીઓ પણ મૂડીબજારમાં પ્રવેશવા માટે પ્રયાસો કરી રહી છે.

સેબી ઈલેક્ટ્રોનિક IPOs માટેની નવી શરતોને ટૂંકમાં મંજૂરી આપશે. 2014માં IPOs દ્વારા મૂડીબજારમાંથી 1,528 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું જે, 2013ના 1,619 કરોડના IPOsની સરખામણીમાં સાધારણ ઘટાડો દર્શાવે છે.

English summary
Indian companies will bring in Rs 8000 crore IPOs in 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X