ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા

Written By:
Subscribe to Oneindia News

હાલના દિવસોમાં ભારતે બ્રિટનની અર્થવ્યવસ્થાને પાછળ છોડી દીધી છે. ભારત હવે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ભારતે આ આંકડો નક્કી કરેલા સમય કરતાં 3 વર્ષ જલ્દી પાર કરી લીધો છે. ફોર્બ્સના લેખમાં આ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ લેખ અનુસાર, ભારત જે ગતિથી આગળ વધી રહ્યું છે, તેને જોતાં ભારત 2020 સુધીમાં બ્રિટનને પણ પાછળ છોડી દેશે, પરંતુ ભારતે આ આંકડો ખાસો જલદી પાર કરી લીધો છે.

અહીં વાંચો - વર્ષ 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધા આ 10 મોટા નિર્ણયો

ઝડપથી આગળ વધી રહ્યું છે ભારત

ઝડપથી આગળ વધી રહ્યું છે ભારત

ફોર્બ્સ મેગેઝિનના લેખમાં આપવામાં આવેલા આંકડાનો જનસત્તમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે, બ્રિટનની 1.87 ટ્રિલિયન પાઉન્ડની જીડીપી એક ડોલર બરાબર 0.81 પાઉન્ડના એક્સચેન્જ રેટ પર 2.29 ટ્રિલિયન ડોલરમાં બદલાય છે. તો બીજી બાજુ ભારતની 153 ટ્રિલિયન રૂપિયાની જીડીપી એક ડોલર બરાબર 66.6 રૂપિયાના એક્સચેન્જ રેટ પર 2.30 ટ્રિલિયન ડોલરમાં બદલાય છે.

બ્રિટન કરતા વધુ છે ભારતનો ગ્રોથ રેટ

બ્રિટન કરતા વધુ છે ભારતનો ગ્રોથ રેટ

ભારતના જીડીપી ગ્રોથની વાત કરીએ તો ભારત બ્રિટનથી 7%ના દરથી આગળ વધી રહ્યું છે, જેને જોતાં ભારત ભવિષ્યમાં પોતાના બ્રિટન વચ્ચેના અંતરને હજુ વધારી શકે છે. બ્રિટન 2.0ના વિકાસ દરથી આગળ વધઈ રહ્યું છે.

જીડીપી

જીડીપી

ભારતની વર્તમાન જીડીપી 2.095 ટ્રિલિયન ડોલર છે. દક્ષિણ એશિયાના દેશોની સરખામણી ભારતની અર્થવ્યવસ્થા ખૂબ મોટી છે અને ભારત પાસે મેન પાવર પણ સૌથી વધારે છે. આ કારણથી દુનિયાના અન્ય દેશો ભારતમાં રોકાણ કરશે અને રોકાણો ભારતની અર્થવ્યવસ્થાને હજુ વધારે ગતિ પૂરી પાડશે. બીજી બાજુ બ્રિટનની જીડીપી ભલે ભારતથી થોડી વધારે હોય, પરંતુ યુરોપિયન યુનિયનથી અલગ થયા બાદ ત્યાં બેરોજગારી વધશે, સાથે અર્થવયવસ્થાની ગતિ પણ ધીરી પડશે.

માથાદીઠ આવક

માથાદીઠ આવક

ભારતની સરખામણીમાં બ્રિટનની માથાદીઠ આવક ઘણી વધારે છે. ભારતની 1600 ડેલર માથાદીઠ આકની સામે બ્રિટનની માથાદીઠ આવક છે 43,390 ડોલર.

વિકાસ દર

વિકાસ દર

વિકાસ દરની બાબતમાં ફરી ભારતે બ્રિટનને પાછળ છોડી દીધું છે. ભારતનો વર્તમાન વિકાસ દર 7.55 છે અને વિશ્વ બેંક અનુસાર આવનારા થોડા વર્ષોમાં ભારત આનથી પણ વધુ ઝડપથી કે આ જ ગતિએ વિકાસ કરતું રહેશે. બીજી બાજુ બ્રિટનનો વર્તમાન વિકાસ દર માત્ર 2.0 છે.

બેરોજગારી

બેરોજગારી

ભારતે છેલ્લા 15 વર્ષોમાં વિદેશી રોકાણકારોને પ્રોત્સાહન આપ્યું છે, જેનાથી દેશમાં રોજગારની નવી તકો ઊભી થઇ છે, વળી મોદીની વર્તમાન વિકાસને મહત્વ આપતી નીતિને કારણે આવનાર વર્ષોમાં રોજગારની હજુ નવી તકો ઊભી થાય એવી આશા છે. ભારતનો વર્તમાન બેરોજગારી દર 3.6 છે, જ્યારે બ્રિટનનો બેરોજગારી દર 6.3 છે.

ડોલરની કિંમત

ડોલરની કિંમત

હાલ ભારતમાં એક એમેરિકન ડોલરની કિંમત 67.88 રૂપિયા છે, જ્યારે બ્રિટનમાં એક પાઉન્ડ બરાબર 0.80 અમેરિકન ડોલર થાય.

ગરીબી

ગરીબી

આ મામલે ભારતમાં હજુ પણ સુધારાની ખૂબ જરૂર છે, આંકડામાં જુઓ તો આ સંખ્યા નાની લાગે છે; પરંતુ દેશની વસતીને જોતાં આ સંખ્યા કરોડોમાં છે. ભારતમાં વર્તમાન ગરીબી દર છે 21.9%, વિશ્વ બેંકે બ્રિટનના ગરીબી દરનો આંકડો આપ્યો નથી.

સારાંશ

સારાંશ

સંક્ષેપમાં વાત કરીએ તો બ્રિટને 200 વર્ષ સુધી ભારત પર રાજ કર્યું, ભારતની અખૂટ ધન-સંપત્તિનો પૂરો લાભ ઉઠાવ્યો અને વિશ્વની મહાશક્તિ બની બેઠું. આ 200 વર્ષો દરમિયાન ભારતે ઘણું ગુમાવ્યું, હવે આઝાદીના 69 વર્ષો બાદ ભારતે સતત વિકાસ સાધી એ સાબિત કર્યું કે, અનેક મુસીબતો છતાં ભારતમાં દુનિયાનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. આર્થિક રીતે જોતાં ભારત દુનિયાના તમામ વિકાસશીલ દેશો માટે પ્રેરણાસ્ત્રોત છે.

English summary
India become the world's 5th largest Economy, recently Indian Economy Overtake Britain Economy.
Please Wait while comments are loading...