For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મફતમાં મળશે 71 લીટર પેટ્રોલ, બસ આટલું કરવું પડશે

મફતમાં મળશે 71 લીટર પેટ્રોલ, બસ આટલું કરવું પડશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની વધતી-ઘટતી કિંમતોને પગલે સામાન્ય નાગરિકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં જો કંપની ગ્રાહકોને મફતમાં પેટ્રોલ આપે છે તો ખરેખર ખુશીનું કંઈ ઠેકાણું નહિં હોય. જી હાં, સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન સિટી બેંકના ગ્રાહકો માટે ખુશ ખબરી લઈને આવી છે.

71 લીટર સુધી પેટ્રોલ-ડીઝલ મફત

71 લીટર સુધી પેટ્રોલ-ડીઝલ મફત

આ અંતર્ગત ઈન્ડિયન ઓઈલ સિટી બેંક પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ આપવામાં આવી રહ્યું છે. આ કાર્ડ પર તમને દર વર્ષે લગભગ 71 લીટર સુધી પેટ્રોલ અથવા ડીઝલ મફત મળી શકે છે. ઉપરાંત આ કાર્ડનો ઉપયોગ કરવા પર ઈન્ડિયન ઓઈલના કોઈપણ આઉટલેટથી ઓઈલ લેવા પર ફ્યૂલ સરચાર્જ પણ નહિં આપવો પડે. ઉપરાંત આ કાર્ડના ગ્રાહકોને રેસ્ટોરાંની એક યાદી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યાં તમને બિલ પર 15 ટકા સુધીની છૂટ મળી શકે છે.

ગ્રાહકોને મફતમાં કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે

ગ્રાહકોને મફતમાં કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે

જણાવી દઈએ કે કાર્ડ ગ્રાહકોને મફતમાં ઉલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે અને જે ગ્રાહકો આ કાર્ડથી દર વર્ષે 30 હજાર સુધીની ખરીદી કરે છે તેમને 1000 રૂપિયા સુધીની છૂટ પણ મળશે. સિટી બેંકના આ કાર્ડ દ્વારા તમે ઈન્ડિયન ઓઈલના કોઈપણ અધિકૃત આઉટલેટથી પેટ્રોલ-ડીઝલ લો છો તો તમને 150 રૂપિયાની ઓઈલ ખરીદી પર 4 ટર્બો પોઈન્ટ મળશે.

ટર્બો પોઈન્ટને તમે રીડીમ કરી શકશો

ટર્બો પોઈન્ટને તમે રીડીમ કરી શકશો

જ્યારે બીજી બાજુ સુપરમાર્કેટથી 150 રૂપિયા સુધીની ગ્રોસરી ખરીદવા પર 02 ટર્બો પોઈન્ટ ઉપલબ્ધ કરવવામાં આી રહ્યા છે. શૉપિંગ કે ડાયનિંગ માટે પ્રતિ 150 રૂપિયાની ખરીદી પર 1 ટર્બો પોઈન્ટ આપવામાં આવશે. આ ટર્બો પોઈન્ટને તમે રીડીમ કરાવી શકશો. 1 ટર્બો પોઈન્ટની કિંમત 1 રૂપિયા બરાબર હશે. આ પોઈન્ટને તમે દેશભરના ઈન્ડિયન ઓઈલના 1200 આઉટલેટમાંથી ગમે ત્યાં રીડીમ કરાવી શકશો.

આસામમાં ભાજપ સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, 25 ટકા દેવું માફઆસામમાં ભાજપ સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, 25 ટકા દેવું માફ

English summary
IndianOil is offering customers a free opportunity to get 71 liter petrol, Just keep these things in mind।
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X