For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2013: ભારતમાં ખોલાશે સૌપ્રથમ મહિલા બેન્ક

|
Google Oneindia Gujarati News

p-chidambaram
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ દેશ તેની સૌપ્રથમ મહિલા બેન્ક ખોલવા માટે તૈયાર થઇ ગયો છે. કેન્દ્ર સરકારના અંતિમ બજેટને રજૂ કરતી વખતે નાણામંત્રી પી ચિદમ્બરમે 1000 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવાની જાહેરાત કરી છે. બજેટ રજૂ કરતીવેળા ચિદમ્બરમે કહ્યું કે, આ બેન્ક ચાલું વર્ષના ઓક્ટોબર મહિના સુધી શરૂ થઇ જશે.

તેમણે કહ્યું, ' જાહેર સાહસમાં ભારતની સૌપ્રથમ મહિલા બેન્ક ખોલવા માટેની ઘોષણા હું કરું છું. જેના માટે 1000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. આશા છે કે આ બેન્ક ચાલુ વર્ષ 2013ના ઓક્ટોબર મહિના સુધીમાં શરૂ થઇ જશે.'

નોંધનીય છે કે, દિલ્હી ગેંગરેપ જેવા ભયજનક કાંડને ધ્યાનમાં રાખીને નાણામંત્રી પી ચિદમ્બરમે મહિલાઓની સુરક્ષા માટે 1000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. લોકસભામાં પોતાના બજેટ ભાષણ દરમિયાન પી ચિદમ્બરમે કહ્યું, 'હું મહિલાઓની સુરક્ષાનું વચન આપું છું.' તેમણે કહ્યું કે મહિલાઓની સુરક્ષા માટે જે ફંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેનું નામ 'નિર્ભયા ફંડ' રહેશે. નોંધનીય છે કે દિલ્હી ગેંગરેપ પીડિતાને દેશ નિર્ભયા( કાલ્પનિક નામ) નામ આપ્યું હતું. પોતાના ભાષણમાં નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે, હું ત્રણ મુખ્ય ચહેરાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીશ. પહેલો મહિલાઓનો( ખેલાડી, બાળકો, માં, બહેન વિગેરે), બીજો યુવા(આપાણી આકાંક્ષાનો ચહેરો) અને ત્રીજો ગરીબ( જે સરકાર તરફ જૂએ છે મદદ માટે).

ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમ દેશ માટે આઠમીવાર સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, અમે પહેલાં કર્યું છે અને અમે આવું ફરીથી કરી શકીએ છીએ. અંતિમ પરિણામ જે પણ હોય, વિકાસ આશાઓથી ઓછો છે, પરંતુ તેને લઇને નિરશ થવાની જરૂર નથી.

English summary
The country is all set to get an all women bank by this year with the government announcing an initial capital of Rs 1,000 crore for the purpose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X