ઇન્ફોસિસના પૂર્વ સભ્ય બાલકૃષ્ણન આપમાં જોડાયા
બેંગ્લોર, તાજેતરમાં જ ઇન્ફોસિસમાંથી રાજીનામું આપીને કોર્પોરેટ જગતમાં હાહાકાર મચાવી દેનાર વી. બાલકૃષ્ણન બુધવારે સાંજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દેશની બીજા નંબરની સૌથી મોટી સોફ્ટવેર સેવા પુરી પાડનાર કંપનીમાંથી અચાનક છોડી દિધાને ત્રણ અઠવાડિયા બાદ બાલકૃષ્ણને કહ્યું હતું કે 'હાં હું આપનો સભ્યો બની ગયો છું. આજે મને વેરિફિકેશન બાદ સભ્યપદ મળી ગયું છે.
તેમને કહ્યું હતું કે 'આમ આદમી પાર્ટીએ દેશના રાજકારણમાં ક્રાંતિ લાવી છે. હું તેનાથી આકર્ષિત થયો છું.' 20 ડિસેમ્બરે બાલકૃષ્ણન કંપનીના બોર્ડ અને સેવા છોડવાની જાહેરાત કરતાં ઇન્ફોસિસે કહ્યું હતું કે રાજીનામું 31 ડિસેમ્બર 2013થી લાગુ થશે. વર્ષ 1991માં ઇન્ફોસીસ સાથે જોડાયા અને ત્યારબાદ મુખ્ય નાણાંકીય અધિકારી બનનાર બાલકૃષ્ણન સીઇઓની દોડમાં હોવાનું કહેવામાં આવતું હતું.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે પોતાની વેપારી પ્રતિબદ્ધતાની સાથે રાજકીય કારકિર્દી જોઇ રહ્યાં છે, તેમને કહ્યું હતું કે 'હું સમજતો હતો કે ભવિષ્યમાં બંને સંભાળી શકીશ.' જ્યારે તેમને લોકસભાની ચૂંટણી વિશે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે 'આ વિશે હાલ કંઇપણ કહેવું ઉતાવળ કહેવાશે.'












Click it and Unblock the Notifications
