For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાનો છેલ્લા 12 વર્ષનો વિજયી રેકોર્ડ તૂટશે?

|
Google Oneindia Gujarati News

gold
દેશની અગ્રણી કોમોડિટી રિસર્ચ સંસ્થા સીએમપી જૂથ દ્વારા મંગળવારે નોંધવામાં આવ્યું હતું કે વર્, 2013માં સોનાની સરેરાશ કિંમતો ઘટવાની શક્યતા છે. તેમનું માનવું છે કે માર્કેટમાં ઇન્વેસ્ટર્સ બુલિયનની ખરીદી ઘટાડશે.

રોયટર્સના રિપોર્ટમાં કહેવાયું હતું કે "છેલ્લા દિવસમાં દેશની અગ્રણી બુલિયન બેંકો જેવી કે એચએસબીસી, ગોલ્ડમેન એન્ડ બાર્સેલ્સ વગેરેએ છેલ્લા 30 દિવસમાં તેમનું ગોલ્ડ ફોરકાસ્ટ ઘટાડ્યું છે. આ પાછળનું કારણ અમેરિકાની આર્થિક સ્થિતિમાં સુધારાની આગાહી અને ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ ખરીદવાની કરવામાં આવેલી જાહેરાત છે."

વર્ષ 2000માં સોનાની કિંમતો 280 ડોલરની રેન્જમાં હતી, આજે આ કિંમતો વધીને 1598 ડોલરની રેન્જમાં પહોંચી ગઇ છે. હવે માનવામાં આવી રહ્યું છે કે પીળી ધાતુ સોનું છેલ્લા 12 વર્ષનો તેનો તેજીનો રેકોર્ડ તોડે એમ છે. વૈશ્વિક મંદી છતાં સોનાએ પોતાની મજબૂતી ટકાવી રાખી હતી.

બીજું એક કારણ એમ પણ માનવામાં આવે છે કે વૈશ્વિક સ્તરે રિયલ એસ્ટેટમાં મંદી આવવાના કારણે સોનામાં રોકાણ વધ્યું હતું. આ કારણે આ સદીના આરંભથી જ સોનામાં 6થી 7 વાર મોટા ઉછાળા આવી ગયા છે. હવે અર્થતંત્રની ગાડી પાટે આવી રહી છે ત્યારે સોનામાં મંદીના ભણકારા વાગી રહ્યા છે.

English summary
Is gold likely to break a 12 year winning streak?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X