શું 499 રૂપિયામાં મેળવો રેડમી નોટ-4? પણ ઓર્ડર પહેલા વાંચો આ

Posted By:
Subscribe to Oneindia News

ઇ-કોમર્સ કંપનીઓ અવાર નવાર કોઇ પણ વસ્તુને સસ્તા દરે વેચતી જોવા મળે છે. તેવામાં જ હાલ એક મેસેજ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જે મુજબ શ્યાઓમીના રેડમી નોટ-4 મોબાઇલ રૂપિયા 499માં વેચવાની વાત કરવામાં આવી છે. આ મેસેજ હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. પણ ખરેખરમાં આ એક ફેક મેસેજ છે. માનવામાં ના આવતું હોય તો વિગતવાર વાંચો અહીં...

Read also: ખુશખબરી! બ્રિટન અને જર્મનીને પછાડી ભારત વધ્યું આગળ

એમેઝોન પર રેડમી નોટ-4

એમેઝોન પર રેડમી નોટ-4

સોશ્યલ મીડિયા પર રેડમી નોટ-4ના વેચાણની એક લિંક ઝડપથી વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ મુજબ સેલ ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોનના યુઆરએલ સાથે એક મેસેજ આવી રહ્યો છે. જેમાં રેડમી નોટ 4ને રૂપિયા 499માં વેચવાની વાત કરવામાં આવી છે. પણ ખરેખરમાં આ એક રીતની છેતરપીંડી છે. જેનાથી તમારે બચીને રહેવાની જરૂર છે. આગળ વધુ વાંચો.

શું છે છેતરપીંડી?

શું છે છેતરપીંડી?

એમેઝોનના નામ પર કોઇ તમારી સાથે કરી રહ્યું છે છેતરપીંડી. આ વ્યક્તિ દ્વારા એમેઝોન જેવું જ લાગતું પેઝ બનાવવામાં આવ્યું છે. જેની પર લગભગ 12000 રૂપિયામાં વેચાતો રેડમી નોટ-4 ખાલી 499 રૂપિયામાં વેચવાની વાત કરવામાં આવી છે. અને સાથે યુઆરએલ પણ છે. જેમાં એમેઝોન લખ્યું છે. પેઝ ખોલતા તમને લાગશે કે ખરેખરમાં એમેઝોનની જ ઓફર હશે. અને તમે લાલચમાં આવીને તેની પર ક્લિક કરો છો.

પછી શું થાય છે?

પછી શું થાય છે?

જે પણ આ છેતરપીંડી શરૂ કરી છે તે કોઇનાથી પૈસા નથી ઠગતા. પણ તમે આ મોબાઇલ ખરીદી પણ નથી શકતા. જેવું તમે Buy બટન દબાવો છો. તેવું જ આવે છે કે તે ખાલી કેશ ઓન ડિલિવરી પર ઉપલબ્ધ છે. અને તે માટે જ્યારે તમે ફરી Buy પર ક્લિક કરો છો તો આ મેસેજ આવે છે.

શેયર કરો

શેયર કરો

આ છેતરપીંડી પાછળ વધુમાં વધુ લોકોને શેયર કરી પૈસા કમાવાનું ભેજુ લગાવવામાં આવ્યું છે. જેવું જ તમે Buy પર ક્લિક કરશો તમારી સામે એક મેસેજ આવશે. જેમાં લખ્યું હશે કે કોઇ પણ વ્યક્તિ એક થી વધુ મોબાઇલ ઓર્ડન ન કરે તે માટે તમારે આ મેસેજને શેયર કરવો પડશે. જેવો તમે મેસેજ કરો છો, તેમનું કામ પૂરુ થઇ જાય છે. પછી તમે કોઇ મોબાઇલ ખરીદી નથી શકતા અને આ શું થઇ ગયું તે વિચારતા તમે રહી જાવ છો. પણ બીજી તરફ આવી રીતે જ આ મેસેજ અનેક લોકોમાં શેયર થતો રહે છે.

ક્લિકથી કમાઇ

ક્લિકથી કમાઇ

આ એડથી તમારી જોડે પૈસાની કોઇ છેતરપીંડી નથી થઇ કરતી. પણ તમારા શેયર કરવાથી ગૂગલ વિજ્ઞાપન પરના તમામ ક્લિક પર તે પૈસા મળવે છે. ભલે તમે કોઇ પૈસા નથી વેફતા પણ શેયર કરી તમે તે વ્યક્તિનો એક રીતે ફાયદો જ કરો છો.

વધુ વાંચો

વધુ વાંચો

આધાર હવે બધે છે મસ્ટ પણ કાળા કારનામાંને અંજામ આપનાર લોકો આ ડિટેલ કરી રહ્યા છે ખુલ્લેઆમ ચોરી, જાણો આ વેબસાઇટ વિષે જેની સામે થયા છે પોલીસ કેસ.

Read also:આ 8 વેબસાઇટ ચોરાવે તમારો આધાર ડેટા, જાણો અને થાવ સતર્ક!

English summary
Is redmi note 4 available for 499 rupees authentic, validate first.
Please Wait while comments are loading...