For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજા નેટવર્ક પર કોલિંગ માટે જિયોને આ માટે વસુલવો પડે છે વધારાનો ચાર્જ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 10 ઓક્ટોબરે જિયો મોબાઈલ યુઝર્સને બીજા નેટવર્ક પર વાત કરવા માટે વધારાનો ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 10 ઓક્ટોબરે જિયો મોબાઈલ યુઝર્સને બીજા નેટવર્ક પર વાત કરવા માટે વધારાનો ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે. જેનાથી જીયો ગ્રાહકોને જીયો નેટવર્કથી બીજા નેટવર્ક પર વાત કરવા માટે ઈન્ટરકનેક્શન યુઝર્સ ચાર્જ(આઈયુસી)ના નામે 6 પૈસા પ્રતિ મિનિટ ચૂકવવા પડી રહ્યા છે. જીયો ગ્રાહકો પર લગાવાતા આ ચાર્જ માટે ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયાને જવાબદાર મનાઈ રહ્યુ છે. જીયો ગ્રાહકો પર નખાતા આ ભાર માટે ભારતની મોટી ટેલીકોમ કંપનીઓ એયરટેલ અને વોડાફોન-આઈડિયાની ભૂમિકાનો પણ ખુલાસો થયો છે.

મોબાઈલ ટર્મિનેશન ચાર્જ

મોબાઈલ ટર્મિનેશન ચાર્જ

વાસ્તવમાં જીયો ગ્રાહકોએ ટ્રાઈ આધારિત મોબાઈલ ટર્મિનેશન ચાર્જ 6 પૈસા પ્રતિ મિનિટ એટલે ચૂકવવો પડે છે કારણ કે ટ્રાઈ(TRAI) દ્વારા તમામ મોબાઈલ ટર્મિનેશન ચાર્જ (MTC) પર કોઈ નિર્ણય આવી શક્યો નથી. સુપ્રિમ કોર્ટ સમક્ષ ટ્રાઈ દ્વારા દાખલ કરેલ એક રિપોર્ટ અનુસાર વર્ષ 2011માં ટ્રાઈના ચેયરમેન રહી ચૂકેલા જેએસ સરમાએ ઓક્ટોબર, 2011ના રોજ તમામ ટેલીકોમ ઓપરેટર્સને સૂચના આપી હતી કે 1 એપ્રિલ, 2014 થી મોબાઈલ ટર્મિનેશન ચાર્જ લાગુ કરી દેવાશે અને તમામ ઓપરેટર્સને તેમના વ્યવસાય અને નેટવર્ક પ્રમાણે ઈન્ટરકનેક્શન યુઝર્સ ચાર્જને સમાયોજીત કરવા માટે નિર્દેશ કર્યો હતો. જો કે સહમતિ છતાં આ મોટી કંપનીઓ દ્વારા 3 વર્ષના લાંબા ગાળા માટે કોઈ પહેલ કરવામાં આવી નહિં.

એમટીસી ચાર્જ 6 પૈસા પ્રતિ મિનિટ નક્કી છે

એમટીસી ચાર્જ 6 પૈસા પ્રતિ મિનિટ નક્કી છે

જે એસ સરમા બાદ ટ્રાઈના ચેયરમેન બનેલા રાહુલ ખુલ્લરે પહેલી વાર એસએમએસ માટે મોબાઈલ ટર્મિનેશન ચાર્જ લાગુ કર્યો. જ્યારે પૂર્વ ટ્રાઈ ચેયરમેને જેએસ સરમાએ મોબાઈલ ટર્મિનેશન ચાર્જને શૂન્ય કરવાનો પ્રસ્તાવ કર્યો હતો. જો કે રાહુલ ખુલ્લરે એવું કર્યુ નહિં. ખુલ્લરે મોબાઈલ ટર્મિનેશન ચાર્જને 20 પૈસા પ્રતિ મિનિટથી ઘટાડીને 14 પૈસા પ્રતિ મિનિટ કરી દીધુ. ખુલ્લર બાદ ટ્રાઈના ચેયરમેન બનેલા આરએસ શર્મા (વર્તમાન ટ્રાઈના ચેયરમેન) જેમને ગ્રાહકોના શુભચિંતક માનવામાં આવે છે. હાલ સંશોધિત એમટીસી ચાર્જ 6 પૈસા પ્રતિ મિનિટ નક્કી છે.

ટેલિકોમ કંપનીઓ પર દંડ

ટેલિકોમ કંપનીઓ પર દંડ

ટ્રાઈમાં ચેયરમેનના પદે રહેલા જેએસ શર્માએ સૌથી પહેલા કોલ ડ્રોપ સમસ્યાના નિરાકરણ માટે ટેલિકોમ કંપનીઓ પર દંડ લગાવવાનો નિર્ણય કર્યો. ઉપરાંત ગ્રાહકોની સુવિધા માટે માય કોલ, ડીએનડી અને માય સ્પીડ જેવી મોબાઈલ એપ્લીકેશન લઈને આવ્યા. તેમના જ કાર્યકાળમાં ઈ-આધાર દ્વારા ટેલીકોમ કંપનીઓએ ગ્રાહકો માટે મોબાઈલ સિમ કાર્ડ ખરીદવું સરળ બનાવ્યુ. ઓગસ્ટ 2018માં જે એસ શર્માના નેતૃત્વમાં ટ્રાઈએ મોબાઈલ ટર્મિનેશન ચાર્જને લઈ એક કંસલ્ટેશન પત્ર જારી કર્યો.

વધારાના બોજ માટે જવાબદાર

વધારાના બોજ માટે જવાબદાર

કહેવાય છે કે ભારતની 3 મોટી ટેલીકોમ કંપનીઓ ગ્રાહકો પર મોબાઈલ ટર્મિનેશન ચાર્જના નામે પડી રહેલા વધારાના બોજ માટે જવાબદાર છે. કારણ કે ઓક્ટોબર 2011માં ટ્રાઈએ 3 શીર્ષ કંપનીઓને વર્ષ 1 એપ્રિલ 2014થી એમટીસીને શૂન્ય કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જો કે 3 વર્ષ બાદ પણ તેમણે કોઈ નિર્ણય ન લીધો અને વર્ષ 2016માં લોંચિંગ બાદ જ્યારે જીયો કંપનીએ તેમની આંધળી લૂંટ પર લગામ લગાવી દીધી, તો હિડન ચાર્જ તરીકે 3 કંપનીઓ હવે ગ્રાહકોથી એમટીસીના નામે 35 પૈસા પ્રતિ મિનિટ લે છે અને ટ્રાઈ પર એમટીસી પર કોઈ નિર્ણય ન લેવા દબાણ કરી રહી છે.

હિડન ચાર્જના રૂપે જબરજસ્તી પૈસા વસુલી રહી

હિડન ચાર્જના રૂપે જબરજસ્તી પૈસા વસુલી રહી

હાલ ગ્રાહકોને 8 મિનિટ વોઈસ કોલ માટે માત્ર 1 પૈસા ચૂકવવા પડે છે. જો કે એયરટેલ અને વોડાફોન-આઈડિયા કંપનીઓ પોતાના ગ્રાહકો પાસેથી એમટીસીના નામે જબરજસ્તી 1 મિનિટે 35 પૈસા વસુલે છે. જ્યારે ટ્રાઈએ એમટીસી 14 પૈસા પ્રતિ મિનિટ રાખેલ છે. એટલું જ નહિં આ કંપનીઓ ટ્રાઈને પોતાના ટાવર ગ્રામીણ વિસ્તારમાંથી હટાવવાની ધમકી આપી રહી છે. જેથી એમટીસીના નામે તેમના દ્વારા વસુલાઈ રહેલા પૈસામાં કોઈ અડચણ આવે નહિં. આજ કારણે આ શીર્ષ કંપનીઓએ ટ્રાઈના ટીએમસી શૂન્ય કરવાના પ્રસ્તાવ પર કોઈ નિર્ણય લીધો નહિં અને પાછલા 8 વર્ષોથી પોતાના ગ્રાહકો પાસેથી હિડન ચાર્જના રૂપે જબરજસ્તી પૈસા વસુલી રહી છે.

દિલ્હી હાઈકોર્ટમાં અરજી

દિલ્હી હાઈકોર્ટમાં અરજી

એટલું જ નહિં વોડાફોન કંપનીએ ટ્રાઈના ટીએમસી મામલે જલ્દી નિર્ણય નહિં લેવા દેવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી નાખી છે, જેનાથી ટીએમસીને શૂન્ય કરવાના નિર્ણયમાં મોડુ થાય તેટલો જ આ કંપનીઓને ફાયદો થાય. પહેલા તેનો લાભ ભારતી એયરટેલ અને વોડાફોન-આઈડિયાને મળી રહ્યો હતો, જો કે જીયોએ જબરજસ્તી તેનો ભાગ બનવું પડી રહ્યુ છે.

રિલાયન્સ જીયોના માર્કેટમાં આવતા

રિલાયન્સ જીયોના માર્કેટમાં આવતા

તમને યાદ હોય તો છેલ્લા 20 વર્ષમાં ભારતમાં મોબાઈલ સેવા આપી રહેલ ભારતી એયરટેલ, વોડાફોન-આઈડિયા કંપનીઓએ મોબાઈલ ગ્રાહકો પાસેથી ડેટા અને વોઈસ કેટલા મોંધા વહેંચ્યા છે. વર્ષ 2013થી ઓગસ્ટ 2016 સુધી એયરટેલ અને વોડાફોન કંપનીઓ ગ્રાહકોથી 1 જીબી ડાટા માટે 255 રૂપિયા વસુલતી હતી, જો કે જીયોના આવ્યા બાદ તેમની દુકાન બંધ થઈ ગઈ. રિલાયન્સ જીયોના માર્કેટમાં આવતા જ ડેટા ટૈરિફ પડી વર્તમાન સમયમાં 5 પૈસા પ્રતિ જીબી થઈ ચૂક્યો છે.

ગ્રામીણ વિસ્તારના લોકોને વધુ ચૂનો લગાવ્યો

ગ્રામીણ વિસ્તારના લોકોને વધુ ચૂનો લગાવ્યો

આ મોટી કંપનીઓએ ગ્રામીણ વિસ્તારના લોકોને વધુ ચૂનો લગાવ્યો છે. જે આર્થિક રીતે નબળા છે, કારણ કે પૈસાદાર અને અન્ય ટેકનીકલ સાધનોથી સજ્જ ગ્રાહકો વિવિધ મોબાઈલ એપ્લીકેશન દ્વારા પોતાની સુવિધા અનુસાર પૈસા બચાવવામાં સફળ રહે છે. તેમાં ડેટા ટૈરિફની કિંમત પર વ્હોટ્સ એપ મેસેન્જર દ્વારા વોઈસ કોલિંગ પ્રમુખ છે. જો કે એયરટેલ અને વોડાફોન કંપનીઓ વર્તમાનમાં પણ ગ્રામીણ મોબાઈલ ગ્રાહકોથી એમટીસીને નામે પૈસા છાપી રહી છે. ખાસ કરીને એ ગ્રાહકો કે જે આજે પણ સામાન્ય મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે.

એમટીસી પર નિર્ણય

એમટીસી પર નિર્ણય

જો કે સરકારે હાલમાં જ એમટીસી પર નિર્ણય લેવા માટે એક ગ્રુપની રચના કરી છે. જે ટેલીકોમ કંપની દ્વારા મનફાવે તેમ વસુલાઈ રહેલા ચાર્જ પર નજર રાખશે. કહેવાય છે કે આ ગ્રુપ જલ્દી જ પોતાનો રિપોર્ટ આપશે અને ટીએમસીને શૂન્ય કરવાનો નિર્ણય લાગુ કરવા માટે સરકારને ગ્રીન સિગ્નલ આપી શકે છે, જો કે અત્યારે પણ ભારતી એયરટેલ એમટીસી ચાર્જ ચાલુ રહે તે માટે તમામ સંભવ પ્રયત્નો કરી રહી છે.

આ પણ વાંચો: Paytm Bank ગ્રાહકોને ઝાટકો આપ્યો, બચત ખાતા પર વ્યાજ દરમાં ઘટાડો

English summary
jio helpless to charge additional fees for other networks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X