For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક ઈલેક્શન: શેરમાર્કેટમાં આવ્યો જોરદાર ઉછાળો

કર્ણાટક વિધાનસભા ઈલેક્શન વોટોનો ગણતરી ચાલુ જ છે. પરંતુ તેની સાથે શેરમાર્કેટ માં જોરદાર ઉછાળો આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભા ઈલેક્શન વોટોનો ગણતરી ચાલુ જ છે. પરંતુ તેની સાથે શેરમાર્કેટ માં જોરદાર ઉછાળો આવ્યો છે. સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ 225 પોઇન્ટ જેટલો વધી ગયો. આ વધારા સાથે સેન્સેક્સ 35782 પર પહોંચી ચુક્યો છે. તેની સાથે સાથે નિફટીમાં પણ વધારો જોવા મળ્યો. નિફટી પણ 57 પોઇન્ટ ઉપર પહોંચી ગયી છે. ફક્ત ઓટો સેક્ટર છોડી દેવામાં આવે તો બાકીના બધા જ સેક્ટરમાં વધારો જોવા મળી રહ્યો છે.

sensex

સોમવારે મુંબઈ શેરમાર્કેટ 35,556.71 પોઇન્ટ પર બંધ થયું હતું. મંગળવારે જયારે ઈલેક્શન કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. તેની સાથે સાથે શેરમાર્કેટમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે, જેને કારણે રોકાણકારો ખુશ છે. ઘણા એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર વિશે આશંકા દર્શાવી હતી.

આ વખતે કર્ણાટકમાં મુખ્ય લડાઈ ભાજપ, કૉંગ્રેસ અને જનતા દળ સેક્યુલર વચ્ચે છે. 12 મેના રોજ યોજાયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 70 ટકા મતદાન યોજવામાં આવ્યું હતું. કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષ જબરદસ્ત આગળ નીકળી ગયુ છે. 2013 માં 42 સીટોથી ભાજપ લગભગ બેગણી સીટો આગળ વધતુ દેખાઈ રહ્યુ છે. ભાજપે કર્ણાટકના ઘણા ક્ષેત્રોમાં જબરદસ્ત વાપસી કરીને પોતાનો દમ દેખાડી દીધો છે.

જો કે વોટિંગ બાદ આવેલા એક્ઝિટ પોલમાં ઘણી જગ્યાએ કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાના અણસાર બતાવવામાં આવ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલ એ કહે છે કે આ વખતે ચૂંટણીમાં ભાજપ જ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે. તો વળી, જેડીએસ કિંગમેકરની ભૂમિકામાં નજરે પડી રહ્યા છે.

સુરક્ષાના કારણોસર દરેક 38 મતગણતરી કેન્દ્રોમાં 50000 પોલિસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. માત્ર બેંગલુરુમાં જ 11000 પોલિસ કર્મીઓ તૈનાત છે. સાથે જ એક રેપિડ એક્શન ફોર્સની કંપની, 20 કર્ણાટક સ્ટેટ રિઝર્વ પોલિસની કંપનીઓને બેંગલુરુમાં તૈનાત કરવામાં આવી છે.

English summary
Karnataka election 2018 sensex gains 100 points nifty above.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X