For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટની તૈયારીમાં 300 કર્મચારીઓએ સાત દિવસ સુધી રહેવું પડે છે તહેખાનામાં!

દેશના સામાન્ય બજેટની પ્રિંટિંગની પ્રક્રિયા હલવા પિરસાયા બાદથી શરૂ થાય છે.આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એક મોટી કડાઇમાં હલવો બનાવવામાં આવે છે

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, દેશના સામાન્ય બજેટની પ્રિંટિંગની પ્રક્રિયા હલવા પિરસાયા બાદથી શરૂ થાય છે. નાણા મંત્રી મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં હલવા સંમારંભનું આયોજન કરવામાં આવે છે. તેની સાથે જ બજેટના છાપકામની પ્રક્રિયા પણ શરૂ થાય છે.

આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એક મોટી કડાઇમાં હલવો બનાવવામાં આવે છે અને નાણા મંત્રાલયના તમામ કર્મચારીઓને પીરસવામાં આવે છે. આની સાથે જ બજેટની તૈયારીઓમાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના પરિવારથી પણ અલગ થઇને નોર્થ બ્લોકના તહેખાનામાં આવેલા પ્રેસમાં રહેવું પડે છે.

બજેટ રજૂ થવાની તારીખના સાત દિવસ પહેલા નાણા મંત્રાલયના બજેટ સાથે જોડાયેલ અધિકારીઓ, વિશ્લેષકો, પ્રિંટિંગનું કામ કરનારા અને સ્ટેનોગ્રાફર સંપૂર્ણ દુનિયાથી અલગ રહીને નોર્થ બ્લોક આવેલ નાણા મંત્રાલયના ભૂતળમાં આવેલા આ મોટા તહેખાનામાં રહીને બજેટને અંતિમ રૂપ આપે છે. આ દરમિયાન આ લોકો પર નજર રાખવા માટે ગુપ્તચર વિભાગના અધિકારીઓની એક ટૂકડી તેમની અવર જવર પર નજર રાખે છે. ત્યાં કામ કરનારા ઓપરેટર્સના કમ્પ્યુટરને નેશનલ ઇન્ફોર્મેટિક સેંટર એનઆઇસીના સર્વરથી અલગ કરી દેવામાં આવે છે.

સંપૂર્ણ ગુપ્ત બજેટ બનવાની રસપ્રદ પ્રક્રિયા પર એક નજર...

બધા અધિકારીઓને રહેવું પડે છે તહેખાનામાં

બધા અધિકારીઓને રહેવું પડે છે તહેખાનામાં

હલવા સમારંભની સાથે જ બજેટની તૈયારીઓમાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના પરિવારથી પણ અલગ થઇને નોર્થ બ્લોકના તહેખાનામાં આવેલા પ્રેસમાં રહેવું પડે છે. બજેટ રજૂ થવાની તારીખના સાત દિવસ પહેલા નાણા મંત્રાલયના બજેટ સાથે જોડાયેલ અધિકારીઓ, વિશ્લેષકો, પ્રિંટિંગનું કામ કરનારા અને સ્ટેનોગ્રાફર સંપૂર્ણ દુનિયાથી અલગ રહીને નોર્થ બ્લોક આવેલ નાણા મંત્રાલયના ભૂતળમાં આવેલા આ મોટા તહેખાનામાં રહીને બજેટને અંતિમ રૂપ આપે છે.

ગુપ્તચર વિભાગની રહે છે બાજ નજર

ગુપ્તચર વિભાગની રહે છે બાજ નજર

આ દરમિયાન આ લોકો પર નજર રાખવા માટે ગુપ્તચર વિભાગના અધિકારીઓની એક ટૂકડી તેમની અવર જવર પર નજર રાખે છે. ત્યાં કામ કરનારા ઓપરેટર્સના કમ્પ્યુટરને નેશનલ ઇન્ફોર્મેટિક સેંટર એનઆઇસીના સર્વરથી અલગ કરી દેવામાં આવે છે.

તહેખાનામાં કર્મચારીઓ ફોન પણ રાખી શકતા નથી

તહેખાનામાં કર્મચારીઓ ફોન પણ રાખી શકતા નથી

મોબાઇલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી દેવામાં આવે છે અને તેના માટે નોર્થ બ્લોકમાં શક્તિશાળી મોબાઇલ ફોન જામર લગાવવામાં આવે છે. બજેટની તૈયારીઓમાં લાગેલા અધિકારીઓ અને કર્મચારિયોના પરીવારજનો ઇમર્જન્સીની સ્થિતિમાં એક ટેલિફોન નંબર પર માત્ર પોતાનો સંદેશો આપી શકે છે.

ગુપ્તચર વિભાગના પ્રમુખની મુલાકાત

ગુપ્તચર વિભાગના પ્રમુખની મુલાકાત

આ દરમિયાન ક્યારેક-ક્યારેક ગુપ્તચર વિભાગના પ્રમુખ નાણા મંત્રાલયની નીચે આવેલા પ્રિંટિંગ પ્રેસની અચાનક મુલાકાત લે છે. કેટલાંક વરિષ્ઠ અધિકારીઓને જ ઘરે જવાની પરવાનગી હોય છે.

બજેટની તૈયારીઓ સપ્ટેમ્બરમાં

બજેટની તૈયારીઓ સપ્ટેમ્બરમાં

બજેટની તૈયારીઓ સપ્ટેમ્બર મહીનામાં શરૂ થઇ જાય છે. આના માટે તમામ વિભાગો અને મંત્રાલયો પાસેથી ધનરાશિની જરૂરીયાત અને યોજનાઓ અંગે જાણકારી માંગવામાં આવે છે. ત્યારબાદ નવેમ્બરમાં નાણા મંત્રી વિભિન્ન પક્ષો વિશેષ કરીને કૃષિ ઉદ્યોગો સંગઠનો, શ્રમિક સંગઠનોની સાથે જ ઉદ્યોગપતિઓની સાથે બજેટ પહેલા ચર્ચા કરે છે. પરંતુ સામાન્ય ચૂંટણીના કારણે આ વર્ષે આ ચર્ચા મે અને જૂન મહીનામાં થઇ છે.

એક વાર લીક થયું હતું બજેટ

એક વાર લીક થયું હતું બજેટ

પહેલા બજેટની પ્રિંટિંગ રાષ્ટ્રપતિ ભવનમાં રહેતી હતી, પરંતુ વર્ષ 1950માં બજેટ લીક થઇ ગયું ત્યારબાદ પ્રિંટિંગના કામને મિન્ટો રોડ સ્થિત સરકારી પ્રેસમાં મોકલી દેવામાં આવ્યું. વર્ષ 1980થી આ કામ નાણા મંત્રાલયના ભૂતળ સ્થિત પ્રેસમાં કરવામાં આવે છે.

English summary
Know, How does it process of general Budget by finance ministry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X