For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LIC જીવન શગુન : આ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી લેવા જેવી છે?

|
Google Oneindia Gujarati News

લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી - LIC)ને એક નવી વીમા યોજના LIC જીવન શગુન રજૂ કરી છે. આ યોજના થોડા દિવસ પહેલા રજૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે LICની કોઇપણ યોજના લોકોનું ધ્યાન ખેંચે છે અને લોકોને પોલિસી ખરીદવા માટે આકર્ષે છે. કારણ કે LIC દેશમાં સૌથી મોટી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની છે.

અહીં આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે LICની નવી વીમા યોજનામાં રોકાણ કરવા જેવું છે કે નહીં?

યોજનામાં સહેજ સુધારો

યોજનામાં સહેજ સુધારો


આ યોજનામાં એલઆઇસીની અન્ય યોજનાઓ કરતા સહેજ ફેર છે. આ યોજનામાં વીમા ધારકને મેચ્યોરિટી પર કેટલી રકમ મેળવવી છે તેનો વિકલ્પ આપવામાં આવે છે. આ વિકલ્પ અનુસાર અને ઉંમર અનુસાર તેણે પ્રિમિયમ ચૂકવવાનું રહે છે. નિયત સમય બાદ નિશ્ચિત રકમ વીમા ધારકને ચૂકવાય છે.

ખાસિયતો પર એક નજર

ખાસિયતો પર એક નજર


1. પોલિસીની સામે લોન ઉપલબ્ધ
2. એક જ વાર પ્રિમિયમ ચૂકવવાની જરૂર
3. રકમ 10મા, 11મા અને પાકતી મુદ્દતે મળી શકે છે

મૃત્યુપર્યંત લાભ

મૃત્યુપર્યંત લાભ


પોલિસીના પ્રથમ પાંચ વર્ષ દરમિયાન પોલિસી ધારકનું મૃત્યુ થાય તો નોમિનીને પ્રિમિયમથી 10 ગણી રકમ મળે છે.
પોલિસીના પાંચથી દસ વર્ષ દરમિયાન મૃત્યુ થતા નોમિનીને પ્રિમિયમની 10 ગણી રકમ તથા લોયલ્ટીનો લાભ મળે છે.

મની બેક પેમેન્ટ્સ

મની બેક પેમેન્ટ્સ


10 વર્ષના અંતે : મેચ્યોરિટી રકમના 15 ટકા
11 વર્ષના અંતે : મેચ્યોરિટી રકમના 20 ટકા
પોલિસી ટર્મ પૂરી થતા : મેચ્યોરિટી રકમના 65 ટકા અને લોટલ્ટીની રકમ

પોલિસી લેવા જેવી છે?

પોલિસી લેવા જેવી છે?


જો આપ ઉંમર 45ના વય જુથમાં થોડા રિસ્ક લેવલ પર હોય તો પોલિસી લેવામાં કોઇ વાંધો નથી. ઉદાહરણ તરીકે આપ રૂપિયા 75,000નું વનટાઇમ પ્રીમિયમ ચૂકવો છો તો પાંચ વર્ષમાં અકસ્માતે મૃત્યુથી નોમિનીને તેની 10 ગણી રકમ એટલે કે રૂપિયા 7,50,000 લાખ મળે છે. જ્યારે 5થી 10 વર્ષની અંદર કમનસીબ મૃત્યુના કેસમાં 10 પ્રીમિયમથી 10 ગણી રકમ અને લોયલ્ટી મળે છે. પોલિસી આપનું લિમિટેડ રિસ્ક કવર કરે છે, જો કે સાથે રોકાણની તક પણ આપે છે.

English summary
LIC Jeevan Shaghun: Is it worth taking the life insurance policy?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X