Bank holidays in March: માર્ચમાં 11 દિવસ બંધ રહેશે બેંક, જુઓ રજાઓનુ આખુ લિસ્ટ

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ માર્ચ મહિનામાં બેંકોની રજાઓ માટે કેલેન્ડર જાહેર કર્યુ છે.

નવી દિલ્લીઃ ફેબ્રુઆરી મહિનો ખતમ થવામાં હવે થોડા દિવસ બાકી છે અને વર્તમાન નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો એટલે કે માર્ચ શરૂ થવાનો છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ માર્ચ મહિનામાં બેંકોની રજાઓ માટે કેલેન્ડર જાહેર કર્યુ છે. એવામાં તમારા માટે એ જાણવુ ખૂબ જરૂરી છે કે માર્ચમાં બેંક કેટલા દિવસ ખુલશે અને કયા દિવસે બેંકની રજાઓ રહેશે. આરબીઆઈના કેલેન્ડર મુજબ માર્ચમાં પાંચ તહેવારની રજાઓ સાથે રવિવાર અને શનિવાર મળીને કુલ 11 દિવસ બેંક બંધ રહેશે. જુઓ માર્ચમાં બેંકની રજાઓનુ લિસ્ટ.

અલગ અલગ રાજ્યોમાં બેંકોની રજીઓ અલગ

અલગ અલગ રાજ્યોમાં બેંકોની રજીઓ અલગ

જો કે અહીં એ વાત જાણવી જરૂરી છે કે અલગ અલગ રાજ્યોમાં બેંકોની રજાઓ અલગ અલગ હોય છે. આનુ કારણ છે કે બેંકોની રજાઓ દરેક રાજ્યના તહેવારો પર પણ નિર્ભર કરે છે. માર્ચના મહિનામાં સૌથી પહેલી રજા 'ચપચાર કુટ' તહેવારના દિવસે 5 માર્ચની છે જે માત્ર મિઝોરમની બેંકો માટે છે. ત્યારબાદ 7 માર્ચે રવિવાર છે અને કોઈ બેંકમાં કામ નહિ થાય.

11 માર્ચે મહાશિવરાત્રિ

11 માર્ચે મહાશિવરાત્રિ

11 માર્ચે મહાશિવરાત્રિનો તહેવાર છે અને દેશભરની બધી બેંક બંધ રહેશે. ત્યારબાદ 13 માર્ચે મહિનાનો બીજો શનિવાર છે અને 14 માર્ચે રવિવાર છે જેના કારણે સતત બે દિવસ બેંકોમાં કોઈ કામકાજ નહિ થાય. 21 માર્ચે પણ રવિવારના કારણે દેશભરની બધી બેંકો બંધ રહેશે. તેના આગલા દિવસે 22 માર્ચે બિહાર દિવસના કારણે બિહાર રાજ્યમાં આવતી બધી બેંકોમાં કામકાજ બંધ રહેશે.

29 અને 30 માર્ચે હોળીની રજા

29 અને 30 માર્ચે હોળીની રજા

મહિનાનો ચોથો શનિવાર 27 માર્ચે છે અને દેશની બધી બંધ રહેશે. આના આગલા દિવસે એટલે કે 28 માર્ચે રવિવાર છે અને બેંકોમાં કોઈ કામકાજ નહિ થાય. 29 અને 30 માર્ચે દેશભરમાં હોળીનો તહેવાર મનાવવામાં આવશે અને સતત બે દિવસ બધી બેંક બંધ રહેશે. એવામાં માર્ચ મહિનામાં હોળીના તહેવારને જોતા તમારા માટે જરૂરી છે કે બેંક બંધ થવાની સ્થિતિમાં પોતાના બેંક સંબંધિત કામકાજ પહેલા જ પૂરા કરી લો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X