For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિક્સ પિડોઝિટ મૂકવા રાહ જોવો, જાણો શા માટે?

|
Google Oneindia Gujarati News

જો તમે અત્યારે ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે સારું છે કે તમે થોડો સમય રાહ જુઓ. તમે ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવા માટે ઓછામાં ઓછી એક સપ્તાહ રાહ જોશો તો શક્ય છે કે તમે વધારે ફાયદામાં રહેશો. આમ કહેવાનું કારણ ખૂબ સરળ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે.

રેપો રેટ શું છે?

રેપો રેટ શું છે?

રેપો રેટ એ દર છે જે દરે આરબીઆઇ બેંકોને રૂપિયા આપે છે. આ દરમાં વધારો થાય તો લોનના દરોમાં અને ડિપોઝિટના દરોમાં વધારો થતો હોય છે.

રેપો રેટમાં વધારાની શું અસર થઇ શકે?

રેપો રેટમાં વધારાની શું અસર થઇ શકે?

સામાન્ય રીતે રેપો રેટ વધે એટલે લોન અને એફડીના વ્યાજ દરો વધતા હોય છે. આ સાથે એ પણ નોંધનીય છે કે આ દરો વધ્યા પછી બેંકો વ્યાજ દરોમાં વધારો કરવો ફરજિયાત હોતો નથી. પણ સામાન્ય રીતે બેંકમાં મૂડી રોકાણ આકર્ષવા બેંકો ડિપોઝિટના વ્યાજદરોમા વધારો કરવાનું પગલું ભરતી હોય છે.

SBIનું શું કહેવું છે?

SBIનું શું કહેવું છે?

આ મુદ્દે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ના ચેરમેન પ્રતીપ ચૌધરીનું કહેવું છે કે અમારી બેંકની એસેટ લાયેબિલિટી કમિટી આવનારા થોડા દિવસોમાં આ મુદ્દે ચર્ચા કરવા બેઠક યોજશે અને તેમાં વ્યાજદર વધારવો કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવશે. હવે જો એસબીઆઇ વ્યાજ દરો વધારતી હોય તો અન્ય બેંકો પણ વધારશે જ.

RBIની ઇચ્છા

RBIની ઇચ્છા

આ પહેલાની સ્થિતિની વાત કરીએ તો આરબીઆઇએ એવા પગલાં લીધા હતા કે શોર્ટ ટર્મ પ્રકારની ડિપોઝિટના નિયમો વધારે કડક બનાવ્યા હતા. હવે આરબીઆઇ ઇચ્છે છે કે મીડિયમ ટર્મની ડિપોઝિટના વ્યાજ દરો ઊંચા રહે. આ વ્યાજદરો ફુગાવાને નિયંત્રણમાં લેવા અને બચતમાં વૃદ્ધિ કરવા માટે વધારવામાં આવશે.

રાહ જોવામાં ફાયદો

રાહ જોવામાં ફાયદો

આથી જો તમે ડિપોઝિટ મૂકવા માંગતા હોવ તો રાહ જોવામાં જ ફાયદો છે. આ માટે તમારે માત્ર અઠવાડિયું કે દસ દિવસ રાહ જોવી પડશે. લાંબા ગાળા માટેની ફિક્સ્ડ ડિપોઝિટમાં ઉંચા વ્યાજ મળવાની શક્યતા છે.

SBIનું શું કહેવું છે

English summary
Looking to place deposits? Here's why you should wait?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X