For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માર્કેટ સામાન્ય વધીને બંધ; PSU બેંકોમાં તેજી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 11 નવેમ્બર : આજે પીએસયુ અને પ્રાઇવેટ બેંકોના શેર્સમાં જોવા મળેલી તેજીને પગલે માર્કેટ સામાવ્ય વધારા સાથે બંધ રહ્યું હતું. આજે માર્કેટ સૂચકાંક બીએસઇ સેન્સેક્સ 36 પોઇન્ટ વધીને, જ્યારે એનએસઇ નિફ્ટી 18 પોઇન્ટ વધીને બંધ રહ્યા હતા.

નોન ઇન્ડેક્સ શેર્સમાં પીએસયુ બેંકિંગ સેક્ટર્સના શેર્સમાં સૌથી આગળ રહીને તેજીના માર્ગે આગળ વધ્યા હતા. અલ્હાબાદ બેંકનો શેર 5 ટકા વધ્યો હતો. જ્યારે આઇડીબીઆઇ બેંક અને આંધ્ર બેંકના શેર્સમાં ચાર - ચાર ટકાની તેજી નોંધાઇ હતી.

personal-finance-investment-4

આજના દિવસમાં આઇટીસી અને ભેલના શેર્સમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. ઘટીને બંધ રહેલા અન્ય અગ્રણી શેર્સમાં ભારતી એરટેલ અને કોલ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.

નિફ્ટી સ્પેસમાં વધેલા શેર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બેંક ઓફ બરોડા અને લાર્સન એન્ડ ટર્બોનો સમાવેશ થાય છે. જ્યારે મિડ કેપ શેર્સમાં CESCમાં વધારો જોવાયો હતો. જૈન ઇરિગેશનમાં પણ 7 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

બીજી તરફ યુરોપના માર્કેટમાં પણ વધારો નોંધાયો હતો.

English summary
Markets End Marginally Higher; PSU Banks Surge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X