• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Amazon Layoffs Update : એમેઝોનમાં મોટાપાયે છટણી શરૂ, કર્મચારીઓને પત્ર લખી કહી આ વાત

|
Google Oneindia Gujarati News

અમેરિકાની ટેક્નોલોજી અને ઇ-કોમર્સ દિગ્ગજ કંપની એમેઝોન દ્વારા વધતી જતી આર્થિક મંદીને ધ્યાનમાં રાખીને પોતાના ખર્ચ ઓછો કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં એમેઝોન દ્વારા નોકરીમાં છટણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વચ્ચે હાર્ડવેર હેડ ડેવ લિમ્પે બુધવારના રોજ કર્મચારીઓને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સમિક્ષા કર્યા બાદ અમે તાજેતરમાં અમુક ટીમ અને કાર્યક્રમોની પુનઃરચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયોનું એક પરિણામ છે કે, ઘણી પોસ્ટની હવે જરૂરિયાત નહીં રહે.

ડેવ લિમ્પે જણાવ્યું હતું કે, હું આ સમાચાર આપતા ખૂબ જ વ્યથિત છું. અમે જાણીએ છીએ કે, આના પરિણામે અમે ડિવાઇસ એન્ડ સર્વિસ ઓર્ગેનાઇઝેશનમાંથી પ્રતિભાશાળી કર્મચારી ગુમાવીશું. કંપનીએ અસરગ્રસ્ત કર્મચારીઓને જાણ કરી છે. અમે તેમને નવી ભૂમિકાઓ શોધવામાં મદદ કરવા સહિત વધુ સમર્થન આપવા માટે દરેક વ્યક્તિ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખીશું. તેમને એમેઝોન તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.

એમેઝોન વૈશ્વિક સ્તરે 1.6 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે

એમેઝોન વૈશ્વિક સ્તરે 1.6 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે

આ અગાઉ સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે, કંપની શક્ય તેટલી વહેલી તકે 10,000 કર્મચારીઓની છટણી કરી શકે છે.

જો છટણીની કુલ સંખ્યા 10,000 આસપાસ રહે છે, તો તે એમેઝોનના ઇતિહાસમાં સૌથી મોટી છટણી હશે. જોકે, આ કંપનીના વર્કફોર્સના એક ટકા કરતા પણ ઓછું છે, કારણ કે એમેઝોન વૈશ્વિક સ્તરે 1.6 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે.

જોબ કટ એમેઝોનના ડિવાઇસ યુનિટ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં વોઇસ-આસિસ્ટન્ટ એલેક્સા અને તેના રિટેલ અને માનવ સંસાધન વિભાગોનો સમાવેશ થાય છે.

ટ્વીટર, મેટા અને માઇક્રોસોફ્ટમાં પણ છટણી

ટ્વીટર, મેટા અને માઇક્રોસોફ્ટમાં પણ છટણી

કોરોના મહામારીના વર્ષો દરમિયાન રેકોર્ડ પર સૌથી વધુ નફાકારક સમયનો અનુભવ કર્યા બાદ એમેઝોનનો વિકાસ દર બે દાયકામાં સૌથી નીચા દરે ધીમો પડી ગયો છે.

કોરોના મહામારી દરમિયાન ગ્રાહકો દ્વારા ઓનલાઈન શોપિંગમાં મોટો ઉછાળો આવ્યો હતો. ટ્વીટર, મેટા અને માઈક્રોસોફ્ટ બાદ, એમેઝોન સંભવિત આર્થિક મંદીનો સામનો કરવા માટે તેના કર્મચારીઓમાં ભારે ઘટાડો કરનારી ટેક કંપની બની ગઈ છે.

ગત અઠવાડિયે એલોન મસ્કે ટ્વીટર ડીલ પૂર્ણ કર્યા બાદ તેમના કર્મચારીઓની સંખ્યા લગભગ 50 ટકા ઓછી કરી છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ પણ ખર્ચમાં ઘટાડો કરવા માટે 11,000 કર્મચારીઓની છટણી કરી છે. આવા સમયે આ ત્રણ કંપનીમાંથી કુલ 40000 થી વધુ કર્મચારીઓને છુટાકરવામાં આવ્યા છે.

ગૂગલમાં પણ છટણીના સમાચાર

ગૂગલમાં પણ છટણીના સમાચાર

એક્ટિવિસ્ટ ઇન્વેસ્ટર TCI ફંડ મેનેજમેન્ટે ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને ખર્ચમાં ઘટાડો કરવા માટે તેના કર્મચારીઓમાં કાપ મૂકવા જણાવ્યું છે.

વર્ષ 2017 થી આલ્ફાબેટમાં છ અબજનો હિસ્સો ધરાવતા રોકાણકારે કંપનીને જણાવ્યું છે કે, કંપનીમાં ઘણા બધા કર્મચારીઓ છે અને કર્મચારી દીઠ ખર્ચ ઘણો વધારે છે. જે કારણે આ અંગે જરૂરી પગલા લેવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે.

English summary
Massive layoffs have started in Amazon, employees have been told this in a letter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X