For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત પાંચમીવાર મુકેશ અંબાણી સૌથી ધનીક ભારતીય

|
Google Oneindia Gujarati News

Mukesh-Ambani
નવીદિલ્હી, 25 ઑક્ટોબરઃ મુકેશ અંબાણીએ વિશ્વભરના સૌથી ધનીક ભારતીય હોવાની પોતાની ખ્યાતિને યથાવત રાખી છે. ફોર્બ્સ મેગેઝીન અનુસાર, સતત પાંચમા વર્ષે તે સૌથી ધનીક ભારતીય બન્યા છે. તેમની કુલ સંપત્તિ 21 બિલિયન ડોલર નોંધવામાં આવી છે. જો કે, છેલ્લા ત્રણ વર્ષોમાં તેમની સંપત્તિમાં સતત ઘટાડો નોંધાયો છે.

તેમની કુલ પરિસંપત્તિમાં ગયા વર્ષે 1.6 બિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો છે, પરંતુ તેમની કંપની રિલાયન્સ ઇન્ડ્સટ્રીઝ વ્પાયાર પૂંજીકરણના હિસાબથી ભારતની સૌથી મૂલ્યવાન કંપની બની છે.

સ્ટીલ કિંગ અને પ્રસિદ્ધ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ ફોર્સની યાદીમાં બીજા નંબરે છે. તેમની સંપત્તિ 16 બિલિયન ડોલર નોંધાઇ છે. વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલર મિત્તલના શેરોમાં ઘટાડો નોંધાયા પછી તેમની સંપત્તિમાં 3.2 બિલિયનનો ઘટાડો થયો છે. યૂરોપમાં માંગની અછત અને ઉત્પાદન લાગત વધવાના કારણે કંપનીના શેરો પર દબાણ વધ્યું છે.

વિપ્રોના સંસ્થાપક અજીમ પ્રેમજી આ યાદીમાં ત્રીજા સ્થાને છે, તેમની કુલ સંપત્તિ 12.2 બિલિયન ડોલર છે, જો કે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ તેમા ઘટાડો નોંધાયો છે. આ યાદીમાં ચોથા સ્થાને પલોંજી મિસ્ત્રી(9.8 બિલિયન ડોલર), પાંચમાં સ્થાને દિલીપ સંઘવી(9.2 બિલિયન ડોલર), છઠ્ઠા સ્થાને આદી ગોધરેજ(9 બિલિયન ડોલર), સાતમા સ્થાને સાવિત્રી જિંદાલ(8.2 બિલિયન ડોલર), આઠમા સ્થાને શશિ અને રવિ રુયિયા(8.1 બિલિયન ડોલર) નવમાં સ્થાને હિન્દુજા બ્રધર્સ(8 બિલિયન ડોલર) અને દસમા સ્થાને કુમાર મંગલમ બિડ્લા(7.8 બિલિયન ડોલર) છે.

English summary
Reliance Industries chairman Mukesh Ambani is the richest Indian for the fifth year in a row with a net worth of $21 billion, according to the Forbes India rich list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X