મુકેશ અંબાણીના ધરમાં ચોકી બનાવશે પોલીસ !

આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીને ફેબ્રુઆરીમાં કથિત રીતે પત્ર લખીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન કરવાના તથા ગુજરાતમાં રોકાણ કરવાના મુદ્દે તેમના નિવાસ સ્થાન એન્ટિલિયાને ભારે નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ પ્રસ્તાવ આવ્યો હતો.
પોલીસ નાયબ કમિશનર જોન 2 નિસાર તંબોલીએ કહ્યું અમે મુકેશ અંબાણીને પત્ર મળ્યો છે. અને અમે તેના પર વિચાર કરી રહ્યાં છીએ. જો કે કેટલીક ઔપચારિકતા પુરી કરવી પડશે અને આ મુદ્દે વિચાર કરી રહ્યાં છે. બીએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પ્રમુખે એન્ટિલિયામાં ચોકી માટે પત્ર લખ્યો છે.
પોલીસના અનુસાર પ્રસ્ત્વાવિત ચોકી ફક્ત મુકેશ અંબાણીના ધર માટે હશે નહી પરંતુ અલ્ટામાઉન્ડ રોડ સ્થિત સમગ્ર વિસ્તાર માટે હશે.












Click it and Unblock the Notifications
