હાલ EMI નહીં ઘટે, CRRમાં માત્ર 0.25 ટકાનો ઘટાડો

આરબીઆઇના જણાવ્યા અનુસાર સીઆરઆરમાં ઘટાડાથી સિસ્ટમમાં 17,500 કરોડ રૂપિયા આવશે. આરબીઆઇનું કહેવું છે કે રિસ્ટ્રક્ચર્ડ લોન પર પ્રોવિઝનિંગ 2 ટકાથી વધીને 2.75 ટકા કરી દીધો છે. બેંકો માટે વધારવામાં આવેલી પ્રોવિઝનિંગથી બેંકો પર દબાણ વધશે. એનબીએફસી માટે ડ્રાફ્ટ નિયમ નવેમ્બરના અંત સુધી જારી કરી દેવાશે. નાના સમયગાળામાં મોંઘવારી દર વધી શકે છે.
આરબીઆઇના ગવર્નર ડી સુબ્બારાવનું કહેવું છે કે ક્રેડિટ પોલિસી અંતર્ગત લેવાયેલા પગલાથી ગ્રોથની ગતિ વધારવા અને મોંઘવારી ઘટાડવામાં મદદ મળશે. જ્યારે આરબીઆઇએ નાણાંકિય વર્ષ 2013ની જીડીપી ગ્રોથ અનુમાન 6.5 ટકાથી ઘટીને 5.8 ટકા કરી દેવાઇ છે.
નાણાકિય વર્ષ 2013માં મોંઘવારી દરનો અનુમાન 7 ટકાથી વધારી 7.5 ટકા કરી દેવાઇ છે. વર્કિંગ કેપિટલ ફાઇનાન્સ ઉપરાંત સોનું ખરીદવા માટે કોઇ લોન નહીં મળે.












Click it and Unblock the Notifications
