SBIના આ એટીએમ કાર્ડ હવે નહીં ચાલે, વહેલી તકે બ્રાંચનો સંપર્ક કરો
ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો પહેલી જાન્યુઆરીથી બદલાઈ ગયા છે. બેંકે બે મોટા નિયમોમાં ફેરફાર કર્યો છે. એક એ કે હવે તમારે રાતે 8 થી સવારે 8 વાગ્યા સુધીમાં 10 હજારથી વધુ રકમ ઉપાડવી હશે તો મોબાઈલ નંબર ફરજીયાત લીંક કરાવવો પડશે. મોબાઈલ નંબરમાં ઓટીપી આવ્યા બાદ જ નાણાં ઉપાડી શકાશે. આ ઉપરાંત એક નિયમ જૂના એટીએમ કાર્ડને લઈને બદલાયો છે.

જૂના એટીએમ કાર્ડ નકામાં થઈ જશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે હવે જૂના એટીએમ કાર્ડ નહીં ચાલે. એક જાન્યુઆરીથી એવા તમામ એટીએમ કાર્ડ બંધ થઈ ગયા છે જેમાં માત્ર મેગ્નેટીક ચીપ જ હોય. હવે નવા ઈલેક્ટ્રોનિક ચીપ વાળા એટીએમ જ ચાલશે. 1 જાન્યુઆરીથી બેંકે મેગ્નેટીક ચીપ વાળા એટીએમને ઉપયોગમાંથી હટાવી લીધા છે. જો તમારી પાસે જૂનુ કાર્ડ છે તો તમે તાત્કાલિક અરજી કરીને નવુ મેળવી શકો છો.

ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન
દેશમાં ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન મળે તે માટેે બેંકો સતત નવી સુવિધાઓ સાથે ડિજિટલ વ્યવહારો પર લેવાતી ફી પર ઘટાડી રહી છે ત્યારે હવે એસબીઆઈએ જાન્યુઆરીથી NEFT પર લાગતી ફી રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આના કારણે NEFT ટ્રાન્જેક્શનમાં વધારો થશે અને બેંકોમાં લાઈનો પણ ઓછી થશે.

SBI - દેશની સૌથી મોટી બેંક
ભારતીય સ્ટેટ બેંક દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે. ફોર્ચ્યુન ગ્લોબલ રેટિંગની 500 ની યાદીમાં એસબીઆઈ 236 મા ક્રમે છે. શેર બજારમાં 23 ટકા હિસ્સો ધરાવતી તે ભારતની સૌથી મોટી બેંક છે. એસબીઆઇ 1 જુલાઈ 1955 ના રોજ અસ્તિત્વમાં આવી. બેંકનું મુખ્ય મથક મુંબઇમાં છે અને હાલમાં રજનીશ કુમાર તેના ચેરમેન છે.
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને પગારમાં બંપર વધારો મળી શકે