For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી પાંચ દિવસ માટે સસ્તુ સોનું ખરીદવાની તક, જાણો કેટલી થશે કિંમત

સરકાર ફરી સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) સ્કીમ 2022-23 નો બીજો તબક્કો 22 ઓગસ્ટથી ખુલી રહ્યો છે. તમે આમાં આગામી પાંચ દિવસ એટલે કે 26 ઓગસ્ટ સુધી રોકાણ કરી શકો છો.

|
Google Oneindia Gujarati News

સરકાર ફરી સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) સ્કીમ 2022-23 નો બીજો તબક્કો સોમવાર એટલે કે 22 ઓગસ્ટથી ખુલી રહ્યો છે. તમે આમાં આગામી પાંચ દિવસ એટલે કે 26 ઓગસ્ટ સુધી રોકાણ કરી શકો છો. આ વખતે આરબીઆઈએ સોવરિન ગોલ્ડ બોન્ડ માટે રૂપિયા 5,197 પ્રતિ ગ્રામનો ભાવ નક્કી કર્યો છે, જ્યારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું રૂપિયા 52,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ ચાલી રહ્યું છે.

જો તમે સોવરિન ગોલ્ડ બોન્ડ માટે ઓનલાઈન અરજી કરો છો, તો તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આનો અર્થ એ છે કે, તમારે એક ગ્રામ સોવરિન ગોલ્ડ બોન્ડ માટે માત્ર રૂપિયા 5,147 ચૂકવવા પડશે.

દર વર્ષે મળે છે 2.50 ટકા વ્યાજ

દર વર્ષે મળે છે 2.50 ટકા વ્યાજ

સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદવાથી ઈશ્યુ કિંમત પર વાર્ષિક 2.50 ટકાનું નિશ્ચિત વ્યાજ મળે છે. આ રકમ દર 6 મહિને તમારા ખાતામાં પહોંચેછે. જોકે, તેના પર સ્લેબ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે.

સોવરિન ગોલ્ડ બોન્ડની પાકતી મુદત 8 વર્ષ

સોવરિન ગોલ્ડ બોન્ડની પાકતી મુદત 8 વર્ષ

સોવરિન ગોલ્ડ બોન્ડની પાકતી મુદત 8 વર્ષની છે. આ સમયગાળા પછી થયેલા નફા પર કોઈ ટેક્સ લાગતો નથી. જો તમે 5 વર્ષ બાદSGB માંથી પૈસા ઉપાડો છો, તો થયેલા નફા પર 20.80 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવે છે.

સોવરિન ગોલ્ડ બોન્ડ માટે ચૂકવણી રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ઇલેક્ટ્રોનિક બેંકિંગ દ્વારા કરી શકાય છે. તમે વધુમાં વધુ રૂપિયા 20,000સુધી રોકડમાં ચૂકવણી કરી શકો છો.

સોનામાં રોકાણ કરવાની સારી તક

સોનામાં રોકાણ કરવાની સારી તક

અમર ઉજાલાના એક અહેવાલ મુજબ ટ્રેડસ્માર્ટના ચેરમેન વિજય સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, સતત વધી રહેલા ઊંચા ફુગાવા અને વૈશ્વિકઅનિશ્ચિતતા વચ્ચે, ગોલ્ડ બોન્ડ દ્વારા સોનામાં રોકાણ કરવાની આ એક સારી તક છે.

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ આકર્ષક રોકાણમાનવામાં આવે છે. આમાં ખરીદનારને શુદ્ધતા અને સલામતીની ચિંતા કરવાની જરૂર નથી. આ ઉપરાંત મેકિંગ ચાર્જિસની પણ કોઈ ઝંઝટરહેતી નથી.

English summary
Opportunity to buy cheap gold for five days from today, know how much it will cost
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X