For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાણામંત્રીની બેન્કોને સસ્તી લોન આપવા સલાહ

|
Google Oneindia Gujarati News

chidambaram
નવી દિલ્હી, 4 જુલાઇ : મોંઘી લોનથી ત્રાસેલા લોકોને ટૂંક સમયમાં રાહતના સમાચાર મળે તેવી શક્યતા છે. નાણામંત્રી પી. ચિદમ્બરની ફટકાર બાદ માવવામાં આવી રહ્યું છે કે બેન્ક વ્યાજદર ઓછામાં ઓછું 0.25 ટકા ઘટાડવા માટે તૈયાર થઇ ગયા છે.

બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાની લોન 0.25 ટકા સસ્તી કરી દીધી છે. બધી જ સરકારી બેન્કોના પ્રમુખોની સાથે બેઠક દરમિયાન નાણામંત્રી પી ચિદમ્બરમ એ વાતથી પરેશાન થયા કે આરબીઆઇના રેટ કપાત છતા બેન્ક લોન સસ્તા નથી આપી રહી.

આ સમયે દેશના સૌથી મોટા બેન્ક એસબીઆઇનું બેસ રેટ જ્યાં 9.7 ટકા વાર્ષિક છે જ્યારે અન્ય બેન્કોનું બેઝ રેટ 10.21 ટકા છે. ગયા વર્ષમાં આરબીઆઇએ પ્રમુખ વ્યાજદર 1.25 ટકા ઓછી કરી દીધી છે. પરંતુ બેંકોએ પોતાના વ્યાજ દરોમાં તેમના અનુરુપ કપાત નથી કરી.

નાણામંત્રીએ કહ્યું છે કે બેન્કોએ વ્યાજ ઘટાડવાનું આશ્વાસન આપ્યું હતું. નાણામંત્રીની અપીલની પણ અસર દેખાવા લાગી છે. બેન્ક ઓફ ઇન્ડિયાએ દરોમાં 0.25 ટકાની કપાતની જાહેરાત કરી છે.

જ્યારે કેનેરા બેન્કે પણ કહ્યું કે કે વ્યાજ દરોમાં 0.25 ટકાની કપાત કરી શકે છે. નાણામંત્રીએ હાઉસિંગ લોનના ગ્રોથમાં ઘટાડા પર પણ ચિંતા વ્યક્ત કરી છે. ચિદમ્બરમે બેન્કોને લોન આપવામાં આગળ આવવા માટે સલાહ આપી છે. જો નાણામંત્રીની બેન્કોને આપવામાં આવેલી સલાહ રંગ લાવશે તો આનાથી પણ સસ્તી લોનની આશાએ બેઠેલા લોકોને મોટી રાહત મળશે.

English summary
Finance minister P. Chidambaram advice to all banks to provide cheap loan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X