For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સામાન્ય બજેટ 2013-14: જાણો શું લઇને આવ્યા છે ચિદમ્બરમ

|
Google Oneindia Gujarati News

chidambharam
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: કેન્દ્રીય નાણા મંત્રી પી ચિદમ્બરમે વર્ષ 2013-14નું સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરી દીધું છે. પી. ચિદમ્બરમે આ 8મું બજેટ હતું. કેટલાંક ક્ષેત્રોમાં નાણામંત્રીએ છૂટછાટ આપી દીધી છે, જ્યારે કેટલાટ ક્ષેત્રો તરફ ચિદમ્બરમે ધ્યાન કેન્દ્રીત કર્યું નથી. નાણામંત્રી પોતાની સુટકેસમાં શું લઇને આવ્યા હતા, અને તેમણે શું મહત્વની જાહેરાતો કરી, તેના અંશો પર કરો એક નજર.

સર્વિસ ટેક્સ

કૃષિ વિષયક કોર્ષ ભણાવનારી સંસ્થાઓ પર સર્વિસ ટેક્સ નહી લાગે. સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ એસી રેસ્ટોરન્ટ પર સર્વિસ ટેક્સ લાગશે. અત્યાર સુધી માત્ર બાર ટેક્સ હેઠળ આવતું હતું.

2000 વર્ગ ફૂટથી વધારે મકાનો પર સર્વિસ ટેક્સ ઘટાડીને 70 ટકા થઇ જશે. હજી સુધી એ 75 ટકા છે. 17 લાખ એકમો સર્વિસ ટેક્સમાં નોંધણી કરેલ છે. પરંતુ માત્ર 7 લાખ જ ટેક્સ ભરે છે. જો આગળ આવીને તે ટેક્સ ભરે છે તો તેમનું વ્યાજ માફ કરી દેવામાં આવશે. આ વોલેન્ટ્રી સ્કીમ છે.

કસ્ટમ એક્સાઇઝ ડ્યુટી

વિદેશી કારની ખરીદી પર ડ્યુટી 75 ટકાથી વધારીને 100 ટકા કરી દેવામાં આવી છે, જ્યારે વિદેશી મોટરસાઇકલો પર 25થી વધારીને 50 ટકા ડ્યુટી કરી દેવાઇ છે. વિદેશમાંથી 50 હજાર સુધીનો સામાન વગર ડ્યુટીએ લાવી શકાશે. મહિલાઓ વિદેશથી 1 લાખનું સોનું અને પુરૂષ 50 હજાર સુધીનું સોનું લાવી શકશે. જેની પર ડ્યુટી નહી લાગે.

એસયુવી પર એક્સાઇઝ ડ્યુટી 27થી વધારી 30 ટકા કરી દેવાઇ છે. માર્બલ પર 30 રૂપિયાથી વધારીને 60 રૂપિયા પ્રતિ વર્ગમીટર રહેશે. સિગરેટ પર પણ એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે. મોબાઇલ ફોનમાં પણ ડ્યુટી વધારાઇ છે. 2000 રૂપિયાથી વધારેની કિંમતવાળા મોબાઇલ પર 6 ટકા ડ્યુટી લાગશે.

ટેક્સ પ્રણાલી

ચિદમ્બરમના બજેટમાં ટેક્સ પ્રણાલી કંઇક આ રીતે રાખવામાં આવી છે. ચિદમ્બરમે પોતાના બજેટમાં જે વધારે કમાય છે તેમની પર ટેક્સ વધાર્યો છે અને જેમની આવક ઓછી છે તેમને ટેક્સમાં રાહત આપી છે. 2થી5 લાખની વાર્ષિક આવક ધરાવનારા લોકોને 2000 રૂપિયાની રાહત આપવામાં આવી છે. આ ફાયદો 5 લાખથી વધારે આવક ધરાવનારાઓને નહી મળે. જ્યારે 1 કરોડથી વધારે આવક ધરાવનારે 10 ટકા સરચાર્જ આપવો પડશે.

આ ઉપરાંત દેશી અને વિદેશી કંપનીયો પર સરચાર્જ 5થી વધારીને 10 ટકા કરી દેવામાં આવ્યો છે. આ સરચાર્જ માત્ર 2013-14ના વર્ષ માટે જ લાગુ પડશે. તેમજ એજ્યુકેશન પર 3 ટકા ટેક્સ જારી રહેશે. 25 લાખ સુધીની કિંમતના મકાન પર લોન લેનારને 1 લાખ સુધીની છૂટ આપવામાં આવશે. એટલે કે અઢી લાખ સુધીના વ્યાજ પર છૂટ મળશે.

જીવન વીમા પ્રીમિયર દર 5 ટકા વધશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના બોન્ડમાં રોકાણ પર 10 ટકા છૂટ મળશે. રાષ્ટ્રીય બાળ નિધિ પર રોકાણ કરવા પર 100 ટકા છૂટ મળશે. કોમોડિટી ટ્રાંઝેક્શન પર ટેક્સ લગાવવામાં આવશે. 50 લાખથી વધારેની સંપતિ પર 1 ટકો ટીડીએસ કપાસે.

સામાન્ય બજેટ 2013-14 હાઇલાઇટ:

- ખાનગી બેંકોમાંથી ખેડુતોને લોન મળે તેવી જોગવાઇ
- ખાદ્ય સુરક્ષા માટે અલગથી 10000 કરોડની ફાળવણી કરાશે
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટ ફંડને પ્રોત્સાહન અપાશે
- ખાદ્ય સુરક્ષા બિલ માટે યુપીએનું વચન, ખાદ્ય સુરક્ષા માટે 10 હજાર કરોડની જોગવાઇ
- ખેડૂતોને લોન માટે 7 લાખ કરોડની જોગવાઇ
- ખેડૂતોને દેવા માફી માટે યોજના ચાલુ રહેશે.
- ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર હજી પણ સરકાર માટે ચિંતાનો વિષય
- 2013-14માં ખર્ચનું અનુમાન 16,65,000 કરોડ છે, જ્યારે યોજના ખર્ચ 5,55,000 કરોડ મૂકાયો છે.
- ઔદ્યોગિક ઉત્પાદનમાં રોકાણ વધારવા પર ભાર મુકવામાં આવશે.
- 25 લાખ સુધીની પહેલી લોન હોય તો ટેક્સમાં 1 લાખ સુધી ટેક્સ માફી અપાશે.
- એઇમ્સ જેવી અન્ય 6 સંસ્થા માટે 1650 કરોડની ફાળવણી
- નવી પાક માટે 200 કરોડની ફાળવણી
- વિકલાંગો માટે 110 કરોડની જોગવાઇ
- માદ્યમિક શિક્ષા અભિયાન માટે 3983 કરોડની જોગવાઇ
- ખેતીની ટેકનિકમા સુધાર માટે 500 કરોડ
- પૂર્વોત્તર રાજ્યો માટે 1 હજાર કરોડ
- રાજીવ ગાંધી ઇક્વિટી સ્કીમ હેઠળ 12 લાખની આવકવાળ પણ રોકાણ કરી શકશે
- નાબાર્ડ માટે 5 હજાર કરોડ
- તમામના ભોજન પર 10 હજાર કરોડ
- મહિલાઓ માટે 57, 134 કરોડ અને બાળ કલ્યાણ યોજનાઓ માટે પણ નાણાની ફાળવણી
- સ્વચ્છ પાણી માટે 15260 કરોડની ફાળવણી
- કારખાનાઓ માટે 500 કરોડની લોનની ફાળવણી
- દેશમાં પહેલી મહિલા બેન્ક ઓક્ટોમ્બર સુધીમાં તૈયાર થઇ જશે
- 2014 સુધી દરેક સરકારી બેન્કોમાં એટીએમ હશે
- સરકારી બેન્કોને 14 હજાર કરોડની ફાળવણી
- તમામ સરકારી બેન્કો ઓનલાઇન સુવિધા આપતી કરાશે
- વણકરોને 6 ટકા લેખે લોન અપાશે
- શહેરી રહેઠાણ માટે 2 હજાર કરોડ
- દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર
- અસંગઠિત ક્ષેત્રના લોકોને પણ વિમા હેઠળ લાવવામાં આવશે
- થર્ડ પાર્ટી ક્લેઇમ માટે કોર્ટ શરૂ કરાશે
- દેશની સુરક્ષા માટે ક્યારેય રૂપિયાની કમી નહી વર્તાય
- વણાટ કારિગરો માટે 96 કરોડ ફાળવાયા
- વિજ્ઞાન અને ટેકનોલોજી માટે 6, 000 કરોડની ફાળવણી
- પવનચક્કી યોજના માટે 800 કરોડની ફાળવણી
- 5 કરોડ લોકોને નોકરી માટે ટ્રેનિંગ અપાશે
- સ્વાસ્થ્ય વિમા યોજનાનો લાભ હવે રીક્ષા ડ્રાઇવરોને પણ મળશે
- AMU, BHU સહિત 4 સંસ્થાઓ માટે 100 કરોડની ફાળવણી
- અવકાશી કાર્યક્રમો માટે 5,615 કરોડની ફાળવણી
- પટિયાલામાં બનશે સ્પોર્ટ્સ એડ્યુકેશન સંસ્થા, જેના માટે 250 કરોડની જોગવાઇ
- પંચાયતી રાજ મંત્રાલય માટે 200 કરોડ
- પોસ્ટ ઓફિસ પણ બેંકિંગનું કામ કરશે
- રક્ષા મંત્રાલને 2 લાખ 3 હજાર 672 કરોડ
- 10 ટકાથી વધારેનું રોકાણ એફડીઆઇ માનવામાં આવશે
- મહિલાઓ માટે નિર્ભયા ફંડ, 1000 કરોડની ફાળવણી
- યુવાનોના સ્કીલ ડેવલોપમેન્ટ માટે 1000 કરોડની ફાળવણી
- દલિત યુવતીઓ માટે સ્કોલરશિપ
- રાજકોષિય ખોટ 4.8 ટકા : ચિદમ્બરમ
- બિનયોજનાગત ખર્ચ માટે 11,09,975 કરોડની જોગવાઇ
- 1 કરોડથી વધારે આવક ધરાવનારને વર્ષે 10 ટકા સરચાર્જ લાગશે
- કેરળમાં નારિયેળની ખેતી પર 75 કરોડ
- ગ્રામિણ બજેટમાં 45 ટકાનો વધારો
- પંચાયતોની મદદથી કોલ્ડસ્ટોરેજ બને
- 3 ટકાની એઝ્યુકેશન સેસ પણ યથવથ
- આવકવેરાની મુક્તિ મર્યાદામાં કોઇ બદલાવ નહીં
- મ્યુચ્યુઅલ ફંડ, ઇટીએફ પરનો ટેક્સ 0.25થી ઘટાડી 0.01 ટકા કરાયો
- શ્રીનગર- લેહ વચ્ચે નવો હાઇવે બનશે
- નેશનલ ચિલ્ડ્રન ફંડમાં ડોનેશન પર 100 ટકાની છૂટ
- 1 કરોડથી વધારે આવકવાળા 42800 લોકો છે દેશમાં
- 2થી 5 લાખની આવક પર ઇનકમ ટેક્સમાં 2000 રૂપિયાની છૂટ
- સર્વિસ ટેક્સ એક્સાઇઝ ટેક્સમાં કોઇ ફેરફાર નહીં
- ઇકો ફ્રેન્ડલી વાહનો પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટા઼ડો
- ચામડાની વસ્તુઓ પર ટેક્સ નહી, વિદેશી શુઝ થશે સસ્તા
- શેર ખરીદવા પર એસટીટી ચાર્જ ઘટ્યો
- વિદેશી કાર ખરીદવી મોંઘી પડશે
- 800 સીસીની મોટરસાઇકલ પરની ડ્યુટી 60 ટકાથી વધરી 75 ટકા કરાઇ
- સેટ ટોપ બોક્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને 10 ટકા કરાઇ
- દરેક એસી રેસ્ટોરન્ટે આપવો પડશે ટેક્સ
- ખેતીની જમીન વેચવા અને ખરીદવા પર ટીડીએસ નહી
- એગ્રી કોમોડીટી પર કોમોડીટી ચાર્જ નહી લાગે
- બહુમૂલ્ય રત્નો પરનો ટેક 10 ટકામાંથી 2 ટકા કરાયો
- જેએનએનયુઆર હેઠળ નવી 10 હજાર બસો રસ્તે ઉતારાશે
- બેંકો હવે વીમા પોલીસી વેચી શકશે
- લઘુમતિઓ માટે 3511 કરોડની જોગવાઇ
- બાળકો માટે 77 હજાર કરોડ
- મહિલાઓ માટે 97 હજાર કરોડ
- દલિતો માટે 41 હજાર કરોડ
- મનરેગા માટે 33000 કરોડ
- પીએમ ગ્રામ સડક યોજના માટે 31700 કરોડ ફાળવાયા
- સૂતી કાપડો પર ડ્યૂટી ખતમ
- સિગારેટ પર એક્સાઇઝ ડ્યુડીમાં વધારો
- 2000થી વધારેની કિંમતના મોબાઇલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 6 ટકાનો વધારો
- માર્લબલ મોંઘો થશે

English summary
Finance minister P Chidambaram will present Union Budget 2013 in Lok sabha today. Get live updates of Budget in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X