For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલના ભાવમાં થઇ શકે છે 1.50 રૂપિયાનો ઘટાડો!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર: ઓઇલની આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં નરમાઇ તથા રૂપિયાની મજબૂતીને ધ્યાનમાં રાખતા પેટ્રોલના ભાવ આગામી અઠવાડિયે એકથી દોઢ રૂપિયા પ્રતિ લિટર ઘટી શકે છે, પરંતુ ડીઝલ તથા રાંઘણગેસના ભાવમાં એક સમયે વધારો થવાની સંભાવના છે.

પેટ્રોલિયમ સચિવ વિવેક રોયે કહ્યું કે ડીઝલ તથા રસોઇગેસના ભાવમાં વધારાનો મુદ્દો રાજકીય તથા આર્થિક પડકાર છે જેનાથી આપણે ભાગી ન શકીએ. તે અહીં દિલ્હી ઉત્પાદકતા પરિષદ દ્વારા આયોજિત સંમેલને સંબોધિત કરી રહ્યાં છે. તેમને કહ્યું હતું કે થોડો બોજો ગ્રાહકોને પણ ઉપાડવો પડશે. સરકાર સમક્ષ આ મોટો પડકાર છે. આ એજ રાજકીય પડકાર છે. આ એક આર્થિક પડકરા છે. આ એવો પડકાર છે જેનાથી આપણે ભાગી ન શકીએ.

petrol-pump

વિવેક રોયે કહ્યું હતું કે સબસિડી બોજ એક એવા સ્તરે પહોંચી ગયું છે કે તેને સરકારી બજેટ અથવા ઓઇલ કંપનીઓને પોસાતું નથી. તેમને કહ્યું હતું કે રૂપિયામાં નરમાઇથી આયાત મોંઘી થવાના કારણે ગત બે મહિનામાં ઓઇલ સબસિડીમાં 20,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

ત્યારબાદ સંવાદદાતાઓ સાથે વાતચીત કરતાં તેમને કહ્યું હતું કે ભાવમાં 50 પૈસા પ્રતિ લીટરથી વધુના વધારાનો નિર્ણય બધા વિકલ્પો પર વિચાર કર્યા બાદ કરવામાં આવશે. તેમને કહ્યું હતું કે નાણામંત્રી (પી ચિદંબરમ) પોતે કહી ચૂક્યા છે કે આ નિર્ણય પર ખૂબ સાવધાનીપૂર્વક વિચાર કરવો પડશે.

એટલા માટે મારા મત મુજબ આગળનો નિર્ણય કરતાં પહેલાં બધા પાસાઓ પર ધ્યાન રાખવામાં આવશે. કેટલાક વિકલ્પો ઉપલબ્ધ છે. અધિકારીઓનું કહેવું છે કે આંતરાષ્ટ્રીય ઓઇલ કિંમતોમાં નરમાઇ તથા રૂપિયામાં મજબૂતીથી 15-16 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલના ભાવ ઘટી શકે છે.

English summary
Petrol prices may be cut by as much as Rs. 1-1.50 per litre next week on falling international oil rates and the appreciating rupee, but a one-time hike in diesel and possibly LPG rates is still on the cards.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X