For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્લાસ્ટિકની ચલણી નોટોને કેન્દ્રની મંજૂરીની રાહ

|
Google Oneindia Gujarati News

rbi
ઇન્દોર, 12 જુલાઇ : જો કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી તો ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) દેશમાં પ્લાસ્ટિકની ચલણી નોટ બજારમાં મૂકવાનો પ્રયોગ શરૂ કરી દેશે. સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આરબીઆઇ સૌ પ્રથમ 10 રૂપિયાની પ્લાસ્ટિકની નોટોને બહાર પાડવા માંગે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ડી સુબ્બારાવે ઇન્દોરથી 60 કિલોમીટર દૂર આવેલા ખુર્દામાં યોજાયેલા એક કાર્યક્રમ બાદ પત્રકારોને જણાવ્યું કે "દેશમાં પ્લાસ્ટિકની ચલણી નોટો અમલમાં મૂકવા માટે અમે કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોઇ રહ્યા છીએ. આ મંજૂરી મળી ગયા બાદ સૌ પ્રથમ અમે 10 રૂપિયાની નોટો વિદેશી પ્રેસમાં છપાવીને તેની આયાત કરીશું. જો આ યોજના સફળ રહેશે તો અમે સ્વદેશમાં પ્લાસ્ટિકની નોટો છાપવાનું શરૂ કરી દઇશું."

દેશમાં નકલી નોટોના ચલણ અંગે સુબ્બારાવે જણાવ્યું કે "નકલી નોટોની સમસ્યા દેશના સરહદી રાજ્યોમાં વધારે છે. બેંકિંગ તંત્રમાં નકલી નોટોની ઘૂસણખોરી રોકવા માટે આરબીઆઇએ અન્ય બેંકો સાથે સમન્વય સ્થાપિત કર્યો છે. આવા કેસમાં નકલી નોટો જમા કરાવી તે અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવા જણાવાયું છે."

સુબ્બારાવે જણાવ્યું કે "નકલી નોટોની તપાસ માટે મોટા શહેરોમાં વિશેષ પોલીસ સ્ટેશન્સ હોવા જોઇએ. આ પોલીસ સ્ટેશન્સમાં પ્રશિક્ષિત પોલીસ ઓફિસર્સની ભરતી થવી જોઇએ. તેમણે લોકોને ચિટ ફંડમાં રોકાણ કરવાથી બચવા પણ અપીલ કરી હતી."

English summary
Plastic currency note awaiting approval of Centre.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X