For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરામદાયક નિવૃત્ત જીવન માટે પ્રોવિડન્ડ ફંડની રકમ પુરતી છે?

|
Google Oneindia Gujarati News

પ્રોવિડન્ડ ફંડ આપના રિટાયર્ડમેન્ટ પ્લાનનો મહત્વનો હિસ્સો હોય છે. જો કે નિવૃત્તિ બાદના જીવનના આરામદાયક બનાવી રાખવા માટે માત્ર પ્રોવિડન્ડ ફંડની રકમ પૂરતી છે કે આપે અન્યત્ર રોકાણ કરીને માસિક આવક ચાલુ રાખવી જરૂરી છે તે જોઇએ...

આપ નિવૃત્ત જીવન આર્થિક તંગી વિના આરામદાયક રીતે વિતાવવા માંગો છો અને આપે આ માટે માત્ર પ્રોવિડન્ડ ફંડ પર જ દરોમદાર રાખ્યો છે તો આપને મોટો ફટકો પડી શકે એમ છે. પ્રોવિડન્ડ ફંડ બેશક આપના નિવૃત્ત જીવન માટેનો મહત્વનો હિસ્સો છે, પરંતુ માત્ર પ્રોવિડન્ડ ફંડથી આપ 8થી 10 વર્ષ કરતા વધારે સમય સુધી સારું જીવન ચલાવી શકો નહીં. આ કારણે નિવૃત્તિ બાદ અંદાજે 20 વર્ષ સુધી આપ આરામથી જીવન પસાર કરી શકો તે માટે આપે વધારાનું રોકાણ કરવું જરૂરી છે.

personal-finance-investment-13

પ્રોવિડન્ડ ફંડને જે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે તે જોતા નિવૃત્તિ બાદ તે આપને અત્યંત આરામદાયક જીવન આપી શકે છે. આ કારણે આપ જ્યારે કમાણી શરૂ કરો ત્યારે પીએફમાં મોટી રકમ આપવી આપના લાભમાં રહેશે. પીએફમાં આપનો ફાળો આપના પગાર સાથે સંબંધ ધરાવે છે. ઇન્ક્રિમેનટ આવતા તેમાં પણ વધારો થાય છે.

પીએફની ગણતરી
જો આપ 25 વર્ષની વયે નોકરી કરવાનું શરૂ કરો છો અને આપના પગારમાંથી દર મહિને 5000 રૂપિયા પીએફમાં જાય છે અને તેટલી જ રકમ એમ્પ્લોયર જમા કરાવે છે તો 35 વર્ષ બાદ આપની પાસે 6.89 કરોડની રકમ જમા થશે. આ ગણતરી વાર્ષિક 8 ટકાના ઇન્ક્રિમેન્ટ સાથે ગણવામાં આવી છે. આ ઉપરાંત તેમાં પીએફ પર મળતા 8.5 ટકાના વ્યાજની પણ ગણતરી કરવામાં આવી છે.

પ્રથમ નજરે 6.89 કરોડ રૂપિયા મોટી રકમ લાગે છે. પણ નિવૃત્તિ બાદ આપના આરામદાયક જીવન માટે તે પૂરતી નથી. જો આપ નિવૃત્તિ બાદ દર મહિને રૂપિયા 50,000નો ખર્ચ કરશો તો 7 ટકાના ફુગાવાના હિસાબે 35 વર્ષ બાદ નિવૃત્ત જીવન માટે આપને દર વર્ષે અંદાજે 5.34 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આવી સ્થિતિમાં આપનું ફંડ 20 વર્ષ સુધી ચાલે તે માટે આપની પાસે રૂપિયા 10.52 કરોડનું કોર્પસ ફંડ હોવું જરૂરી છે.

નિવૃત્તિ બાદ મળેલી રૂપિયા 6.89 કરોડની રકમથી આપ માત્ર 12 વર્ષ સુધી એટલે કે આપ 72 વર્ષના થાય ત્યાં સુધી આરામ દાયક જીવન વિતાવી શકશો. ત્યાર બાદ આપની પાસે ખર્ચ કરવા એક રૂપિયો બચશે નહીં.

નિવૃત્તિ બાદ માત્ર પીએફ પર નિર્ભર રહેવું જોખમી કેમ?
ઘણા લોકો નોકરી બદલે એટલે પીએફની રમકનો ઉપાડ કરી લેતા હોય છે આ કારણે નિવૃત્તિ સમયે પીએફની રકમ ખુબ ઓછી હોય છે. આ રકમ નોકરીકાળ દરમિયાન ખર્ચ કરી દેવામાં આવે છે. આ કારણે નિવૃત્ત જીવન માટે ખૂબ ઓછી રકમ હાથમાં આવે છે.

English summary
Provident Fund amount is enough for retirement life?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X