For Daily Alerts
રઘુરામ રાજન બન્યા RBIના નવા ગવર્નર
નવી દિલ્હી, 6 ઓગસ્ટ : કેન્દ્રીય નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર રઘુરામ રાજન ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના નવા ગવર્નર બનશે. આ માહિતી સરકારે મંગળવારે આપી હતી. રાજન વર્તમાન ગવર્નર ડી સુબ્બારાવનું સ્થાન લેશે.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે વડાપ્રધાન મનમોગન સિંહે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના ગવર્નર તરીકે ત્રણ વર્ષના કાર્યકાળ માટે રઘુરામ રાજનની નિયુક્તિને મંજૂરી આપી દીધી છે. વર્તમાન ગવર્નર ડી સુબ્બારાવનો કાર્યકાળ આ વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ પૂરો થવા જાય છે. તેમણે પાંચ વર્ષ સુધી આરબીઆઇના ગવર્નરનું પદ સંભાળ્યું છે.