For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે કર્મચારીઓને જલસા, 78 દિવસનું બોનસ મળશે

રેલવે કર્મચારીઓને જલસા, 78 દિવસનું બોનસ મળશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મોદી સરકારે દિવાળી પહેલા જ 11 લાખ રેલવે કર્મચારીઓને ગિફ્ટ આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્મચારીઓને 78 દિવસનું બોનસ ગિફ્ટમાં આપી દીધું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફ્રેન્સ કરી તેની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે રેલવે કર્મચારીઓને 78 દિવસનું વેતન બોનસમાં આપવામાં આવશે.

મોદી સરકારનો મહત્વનો ફેસલો

મોદી સરકારનો મહત્વનો ફેસલો

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ નેશનલ મીડિયા સેન્ટરમાં કરેલ પ્રેસ કોન્ફ્રેન્સમાં કેબિનેટમાં લેવામાં આવેલ નિર્ણયોની જાણકારી આપી અને 11 લાખ રેલવે કર્મચારીઓનો ચેહરો હરખથી ચમકી ઉઠ્યો. તેમણે જાણકારી આપતા કહ્યું કે આ વર્ષે પણ રેલવે કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રકાશ જાવેડકરે કહ્યું કે આ બોનસ પર સરકાર 2024 કરોડ રૂપિયા ખર્ચ કરશે. સરકારના આ ફેસલાથી 11.52 લાખ રેલવે કર્મચારીઓને ફાયદો થશે.

ઈ-સિગરેટ પર રોક

ઈ-સિગરેટ પર રોક

જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટે ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ ફેસલા બાદ દેશમાં ઈ-સિગરેટને પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ પર રોક લગાવી દેવામાં આવશે. જ્યારે આ નિયમનો તોડવા પર દંડનું પ્રાવધાન પણ છે. તેમણે કહ્યું કે સ્કૂલના બાળકોમાં પણ તેનું ચલણ તેજીથી વધી રહ્યું હતું. એવામાં આ રોકવું બહુ જરૂરી છે. તેમણે કહ્યું કે આને શરૂઆતમાં જ રોક લગાવવી સારી. તેમણે કહ્યું કે કેટલાય ઈ-હુક્કા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઈ-સિગરેટના ઉપયોગ પર પ્રતિબંધને લઈ તેમણે કહ્યું કે પહેલીવાર ભૂલ કરવા પર 1 વર્ષની સજા અથા તો એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે, પરંતુ કોઈ વારંવાર આવી ભૂલ કરતાં પકડાય છે તો પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની કેદ થઈ શકે છે.

કોને કેટલું બોનસ મળશે

કોને કેટલું બોનસ મળશે

મોદી સરકારના ફેસલાથી રેલવેના લગભગ 11 લાખ કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે. દર વર્ષે રેલવેના કર્મચારીઓને દશેરા પહેલા ઉત્પાદકતા આધારિત બોનસ આપવામાં આવશે. આ બોનસથી રેલવે પર 2024 કરોડ રૂપિયાનો બોજો પડશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવેડકરે કહ્યું કે આવું પહેલીવાર થઈ રહ્યું છે કે કોઈ સરકાર સતત રેલવેના કર્મચારીઓને 6 વર્ષ સુધી બોનસ આપી રહી છે તે બોનસ નૉન ગેજેટેડ કર્મચારીઓને મળશે, જે એક પ્રકારનું પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ છે.

ઝારખંડમાં બોલ્યા અમિત શાહ, અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી તો રાહુલ ગાંધીએ વિરોધ કર્યોઝારખંડમાં બોલ્યા અમિત શાહ, અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી તો રાહુલ ગાંધીએ વિરોધ કર્યો

English summary
railway employee will get bonus of 78 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X