For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIની આ એપ અસલી અને નકલી નોટ ઓળખવામાં મદદ કરશે

ભારતીય રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં એવી એપ લાવવા જઈ રહ્યું છે, જે નકલી નોટ ઓળખવામાં તમારી મદદ કરશે. સરકાર એક ડિજિટલ ટેક્નોલોજી પર કામ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં એવી એપ લાવવા જઈ રહ્યું છે, જે નકલી નોટ ઓળખવામાં તમારી મદદ કરશે. સરકાર એક ડિજિટલ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. મળતી માહિતી પ્રમામે વિઝ્યુઅલી ઈમ્પેયર્ડ એટલે કે પ્રજ્ઞાચક્ષુ લોકોની મદદ માટે સરકાર ટૂંક સમયમાં એવી એપ લોન્ચ કરશે, જે નકલી નોટની ઓળક કરશે. સરકારે આ એપ બનાવવાની જવાબદારી RBIને સોંપી છે. હવે કોઈ પણ નોટને લઈ જો તમને જરા પણ શંકા હોય, તો તમને તરત જ આ એપ જણાવી દેશે. ઉલ્લેખનીય છે કે દેશમાં લગભગ 80 લાખ લોકો પ્રજ્ઞાચક્ષુ છે. આમાં એવા પણ લોકોનો સમાવેશ થાય છે, જેઓ ઓછું જોઈ શકે છે. રિઝર્વ બેન્કની એપથી આ લોકોને મદદ થશે.

આ પણ વાંચો: 15 વર્ષમાં કરોડપતિ બનવાની ફોર્મ્યુલા, આજે જ અપનાવો

ચલણી નોટમાં ઈન્ટાગ્લિયો પ્રિન્ટિંગ આધારિત ઓળખ ચિન્હો

ચલણી નોટમાં ઈન્ટાગ્લિયો પ્રિન્ટિંગ આધારિત ઓળખ ચિન્હો

હાલના સમયમાં 10, 20, 50, 100, 200, 500 અને 2 હજાર રુપિયાની નોટ ચલણમાં છે. આ ઉપરાંત ભારત સરકાર 1 રૂપિયાની નોટ પણ ઈસ્યુ કરશે. જો કે બજારમાં નકલી નોટની સમસ્યા વર્ષોથી છે. એટલે નકલી નોટની ઓળખ કરે તેવી એપ બનાવવા સરકારે રિઝર્વ બેન્કને જવાબદારી સોંપી છે. પ્રજ્ઞાચક્ષુ લોકોની મદદ માટે 100 રૂપિયા અને તેનાથી વધુ કિંમતની નોટમાં ઈંટાગ્લિયો પ્રિન્ટિંગ આધારિત ઓળખ ચિહ્નો પહેલેથી જ અપાયેલા છે.

એપ બનાવવા શોધાઈ રહી છે એજન્સી

એપ બનાવવા શોધાઈ રહી છે એજન્સી

મળતી માહિતી પ્રમાણે નાણામંત્રાલયના એક અધિકારીએ કહ્યું છે કે નકલી નોટને ઓળખી શકે તેવી એપ બનાવવા માટે એજન્સીની પસંદગની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. એજન્સી નક્કી થાય કે તરત જ એપ તૈયાર થવાની માહિતી પણ મળી જશે. એક વાર એપ તૈયાર થઈ જાય બાદમાં કોઈ પણ વ્યક્તિ મોબાઈલ દ્વારા એપની મદદથી નકલી નોટની ઓળખ કરી શક્શે.

ઈન્ટરનેટ વગર પણ કામ કરશે એપ

ઈન્ટરનેટ વગર પણ કામ કરશે એપ

રિઝર્વ બેન્કે કહ્યું છે કે આ મોબાઈલ એપ મહાત્મા ગાંધી સિરીઝ અને મહાત્મા ગાંધીની નવી સિરીઝની ચલણી નોટોને કેમેરા સામે રાખીને કે કેમેરા સામેથી પસાર કરીને નકલી અસલી સાબિત કરવા સક્ષમ હોવી જોઈએ. આ ઉપરાંત આ મોબાઈલ એપ કોઈ પણ એપ સ્ટોરમાં વોઈસ સર્ચ પણ થવી જોઈએ. રિઝર્વ બેન્કનું માનવું છે કે આ એપ માત્ર 2 સેકન્ડમાં નોટની ઓળખ કરવા સક્ષમ હોવી જોઈએ, તેમ જ ઈન્ટરનેટ વગર પણ કામ કરવી જોઈએ.

હિન્દી અંગ્રેજી બંને ભાષાને સપોર્ટ કરસે એપ

હિન્દી અંગ્રેજી બંને ભાષાને સપોર્ટ કરસે એપ

આ ઉપરાંત કેન્દ્રીય બેન્કના પ્રપોઝલ પ્રમાણે એપ જુદી જુદી ભાષા અને અવાજની સાથે નોટિફિકેશન પણ આપવી જોઈએ. આ એપ ઓછામાં ઓછી હિન્દી અને અંગ્રેજીમાં હોવી જોઈએ. એટલે આ એપ બંને ભાષાને સપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે દેશમાં રોકડ એ લેવડ દેવડનું સૌથી મહત્વનું માધ્યમ છે. 31 માર્ચ, 2018 સુધીમાં 18 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 10,200 કરોડ ચલણી નોટો સરક્યુલેશનમાં હતી.

English summary
rbi is introducing a new app that will help you recognize fake notes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X