For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલના 'બોમ્બ'ની અસર રિલાયન્સના શેરોને

|
Google Oneindia Gujarati News

reliance-industries
મુંબઇ, 1 નવેંબરઃ ગઇકાલે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન છેડનાર અરવિંદ કેજરીવાલ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મુકેશ અંબાણી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહરો કર્યા હતા. કેજરીવાલે ગેસના ભાવને લઇને કેન્દ્રની કોંગ્રેસ સરકારે રિલાયન્સની તરફેણ કરી હોવાના આરોપો લગાવ્યા હતા. કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા આરોપોના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ઘટાડો નોંધાય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 2.1 ટકા ડાઉન ગયા છે.

દેશના શેર બજારોમાં ગુરૂવારે પ્રારભિંક કારોબારમાં ઘટાડાનો રૂખ જોવા મળ્યો છે. સેન્સેસેક્સ સવારે 46,04 અંકના ઘટાડા સાથે 18, 459.34 પર અને નિફ્ટી 12.75 અંકના ઘટાડા સાથે 5,606.95 પર ખુલ્યા હતા.

જો કે, કંજ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, હેલ્થકેર, પાવર અને રિયલ્ટી કંપનીઓના શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. દિગ્ગજોની હાલત જ્યાં ખરાબ છે, ત્યાં મિડકેમ્પ અને સ્મોલકેંપના શેરોમાં સારી તેજી જોવા મળી રહી છે.

English summary
Shares in Reliance Industries Ltd(RELI.NS) fell as much as 2.1 percent on Thursday, a day after anti-corruption activist Arvind Kejriwal accused the energy conglomerate of hoarding natural gas and exerting pressure on the government to favour it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X