રિલાયન્સ જીયોની નવી ધન ધના ધન ઓફર શું છે, જાણો અહીં.

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જીયોએ તેના લોન્ચ વખતે કહ્યું હતું કે તે સમયાંતરે અન્ય કંપનીઓના કરતા સસ્તા પ્લાન બજારમાં ઉતારતી રહેશે. પોતાના આ જ વાત પર ખરા ઉતરીને રિલાયન્સ જીયો વધુ એક નવો પ્લાન લાવ્યો છે. એટલું જ નહીં રિલાયન્સ જીયો જ્યારથી શરૂ થયું છે ત્યાર અત્યાર સુધીમાં પણ કંપનીએ અનેક નવા પ્લાન લાવ્યા છે અને કેટલાક જૂના પ્લાનમાં જરૂરી બદલાવ પણ કર્યા છે. એટલા માટે જ તો લોન્ચ થયા પછી હજી સુધી ગ્રાહકો જીયોના સાથ મોટી સંખ્યામાં જોડાયેલા રહ્યા છે. ત્યારે રિલાયન્સ જીયોએ નવા પ્લાન જીયો ધન ધના ધન ઓફરથી ફરી એક વાર કેટલીક ઓફર નીકાળી છે. ત્યારે પ્રીપેડ અને પોસ્ટ પેડ ગ્રાહકો માટે જીઓની આ નવી ઓફર શું છે વિગતવાર જાણો અહીં....

ધન ધના ધન ઓફર

ધન ધના ધન ઓફર

કંપનીએ નવા પ્લાનને પણ જીયો ધન ધના ધન નામ આપી રજૂ કર્યું છે. કંપનીએ પોતાના આ પ્લાન તેના પોસ્ટપેડ અને પ્રીપેડ બન્ને ગ્રાહકો માટે શરૂ કર્યા છે. સાથે જ રિલાયન્સ જીયોના તમામ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા હજી પણ ચાલુ જ છે. જો કે આ પ્લાન માટે તમારી પાસે જીયો પ્રાઇમ મેમ્બરશીપ હોવી જરૂરી છે. નહીં તો તમે આ પ્લાનનો ફાયદો નહીં ઉઠાવી શકો.

પ્રીપેડ ગ્રાહકો માટે પ્લાન

પ્રીપેડ ગ્રાહકો માટે પ્લાન

19 રૂપિયા- 1 દિવસ માટે જ 200 એમબી ડેટા
49 રૂપિયા- 2 દિવસ માટે - 600 એમબી ડેટા
96 રૂપિયા- 7 દિવસ માટે દર રોજ 1 જીબી ડેટા
149 રૂપિયા - 28 દિવસ માટે દર રોજ 2 જીબી ડેટા
309 રૂપિયા- 56 દિવસ માટે દર રોજ 1 જીબી ડેટા
349 રૂપિયા- 56 દિવસ માટે, 20 જીબી (રોજની કોઇ સીમા નહીં)
399 રૂપિયા- 84 દિવસ માટે- રોજના 2 જીબી ડેટા

પ્રીપેડ ગ્રાહકો માટે પ્લાન

પ્રીપેડ ગ્રાહકો માટે પ્લાન

509 રૂપિયા- 56 દિવસ માટે દર રોજ 2 જીબી ડેટા
999 રૂપિયા - 90 દિવસ માટે - 90 જીબી ડેટા (રોજની કોઇ સીમા નહીં)
1999 રૂપિયા- 120 દિવસ માટે- 155 જીબી ડેટા
4,999 રૂપિયા - 210 દિવસ માટે, 380 જીબી ડેટા
9,999 રૂપિયા - 390 દિવસ માટે, 780 જીબી ડેટા

પોસ્ટપેડ ગ્રાહક

પોસ્ટપેડ ગ્રાહક

309 રૂપિયા- 2 મહિના માટે, દર રોજનો 1 જીબી ડેટા
349 રૂપિયા- 2 મહિના માટે - એક બિલ સાયકલમાં 20 જીબી ડેટા
399 રૂપિયા- 3 મહિના માટે - દર રોજના 1 જીબી ડેટા
509 રૂપિયા- 2 મહિના માટે- દર રોજના 2 જીબી ડેટા
999 રૂપિયા- 2 મહિના માટે- 90 જીબી ડેટા (રોજની કોઇ સીમા નહીં)

English summary
Reliance Jio plans revised, these Are New Plans
Please Wait while comments are loading...