For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RINLના IPO સાથે PSUમાં વિનિવેશની પ્રક્રિયા શરૂ થશે

|
Google Oneindia Gujarati News

p chidambaram
નવી દિલ્હી, 8 ઑક્ટોબર : આજે સરકારે જણાવ્યું કે આ મહિને તે આરઆઇએનએલમાં પોતાનો હિસ્સો વેચીને રૂપિયા 30,000 કરોડની પીએસયુમાં વિનિવેશની પ્રક્રિયા શરૂ કરશે.

રાજઘાનીમાં ચાલી રહેલી ઇકોનોમિક એડિટર્સ કોન્ફરન્સમાં નાણા મંત્રી પી. ચિદ્મ્બરમે જણાવ્યું કે "પીએસયુ (પબ્લિક સેક્ટર યુનિટ)માં વિનિવેશની પ્રક્રિયા માટેની તમામ પ્રક્રિયા આવનારા 6 મહિનામાં પૂરી કરવામાં આવશે. તે પૈક્રીની પ્રથમ પ્રક્રિયા આરઆઇએનએલ (રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ)માંથી સરકાર પોતાનો હિસ્સો વેચીને શરૂ કરશે."

ઉલ્લેખનીય છે કે બજાર નિયંત્રક સેબી સમક્ષ 18 મે, 2012ના રોજ આરઆઇએનએલના ડ્રાફ્ટ ડૉક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ રૂપિયા 2500 કરોડના આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) બે વાર રદ કરવામાં આવી હતી.

બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે મંત્રી સમૂહની એક બેઠક 9 ઑક્ટોબર, 2012ના રોજ મળી શકે છે. જેમાં આઇપીઓની કિંમત અને તેને મૂકવાની તારીખ નક્કી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત સરકાર અન્ય ચાર પીએસયુ જેવી કે એનએમડીસી, એનટીપીસી, પીજીસીઆઇએલ અને ઇઆઇએલનો પણ સમાવેશ થાય છે.

પીએસયુમાં સરકારનો હિસ્સો વેચવા માટે રચવામાં આવેલી નોડલ એજન્સી ડિપાર્ટમેન્ટ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટ (ડીઓડી)એ અન્ય સાત કંપનીઓમાં હિસ્સો વેચવા માટેની કેબિનેટની મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. તેમાં આરઆઇએનએલ, હિન્દુસ્તાન કોપર, ઓઇલ ઇન્ડિયા, એમએમટીસી, નાલ્કોનો સમાવેશ થાય છે.

English summary
The government today said it will kickstart its ambitious Rs 30,000 crore disinvestment programme with stake sale in RINL this month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X