For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપિયો આવતા વર્ષે એશિયામાં શ્રેષ્ઠ મુદ્રા બનશે : HSBC

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 ડિસેમ્બર : ડોલર સામે મોટા ભાગે નબળું પરફોર્મન્સ ધરાવનાર ભારતીય મુદ્રા રૂપિયા માટે આવનારું નવું વર્ષ શક્તિશાળી પુરવાર થઇ શકે છે. આવી આશા એચએસબીસીના એશિયન ફોરેક્સ રીસર્ચ વિભાગના વડા પૌલ મેકલે દર્શાવી છે.

પૌલ મેકલનું માનવું છે કે કરન્સીમાંની પ્રવાહિતા આવતા વર્ષે પણ એશિયન યુનિટ્સને પરેશાન કરતી રહેશે, કારણ કે જાગતિક તથા સ્થાનિક, બંને પ્રકારના પરિબળો આવતા વર્ષે તેમની પર દબાણ વધારશે. તેમ છતાં ભારતીય રૂપિયો એશિયામાં સારી સ્થિતિમાં રહેશે.

money-in-hand

એક અહેવાલમાં મેકલે એમ પણ કહ્યું છે કે ક્રુડ તેલના વધારે નીચા જતા ભાવ કરન્ટ એકાઉન્ટ અને ફૂગાવાની સ્થિતિમાં સુધારો લાવશે. ભારતીય રીઝર્વ બેન્ક ફૂગાવાનું પ્રમાણ ઘટાડવા કૃતનિશ્ચય છે અને રૂપિયાને વધારે નબળો પડતો અટકાવવાની તેનામાં ક્ષમતા પણ છે.

આ બધા પરિબળોને કારણે આવતા વર્ષે એશિયામાં અન્ય કરન્સીની તુલનાએ રૂપિયો સારો ટકેલો રહેશે. મેકલનું કહેવું છે કે રૂપિયો આવતા વર્ષે યુએસ ડોલર સામે 62.5 કે 63 પ્રતિ ડોલરનો રહેવાની ધારણા છે.

English summary
Rupee would be best Asian currency unit in next year : HSBC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X