For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉલરના મુકાબલે રુપિયો મજબૂત, ઘરેલુ બજારમાં તેજી, સેંસેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો

ડૉલરના મુકાબલે આજે રુપિયો મજબૂતી સાથે ખુલ્યો. શુક્રવારે શરુઆતના કારોબારમાં અમેરિકી મુદ્રાના મુકાબલે રુપિયો...

|
Google Oneindia Gujarati News

ડૉલરના મુકાબલે આજે રુપિયો મજબૂતી સાથે ખુલ્યો. શુક્રવારે શરુઆતના કારોબારમાં અમેરિકી મુદ્રાના મુકાબલે રુપિયો 110 પૈસા વધીને 80.71 પર પહોંચી ગયો. આ સાથે જ તે સાત સપ્તાહના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો. છેલ્લા નવ વર્ષોમાં આ રુપિયાની સૌથી મોટી ઓપનિંગ રહી છે. સપ્ટેમ્બર 2013 પછી આ રેકોર્ડ ઓપનિંગ છે.

sensex

તમને જણાવી દઈએ કે ઓક્ટોબરમાં અમેરિકામાં મોંઘવારીનો જે ડેટા આવ્યો તે બજારના અનુમાનથી સારો રહ્યો છે. બજારનુ અનુમાન હતુ કે મોંઘવારી દર 8 ટકા રહેશે. પરંતુ તે 7.7 ટકા રહ્યુ. ત્યારબાદ માનવામાં આવી રહ્યુ છે કે ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વના વલણમાં વધુ નરમી આવશે. ત્યારબાદ બૉન્ડ યીલ્ડ અને ડૉલર ઈંડેક્સમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ડૉલર ઈંડેક્સ હાલમાં 108 નીચે પહોંચી ગયો છે.

વૈશ્વિક બજારમાં ઉછાળાની મદદથી શુક્રવારે સ્થાનિક બજારમાં ખરીદી જોવા મળી અને સેન્સેક્સ ફરી 61,500નો આંકડો પાર કરી ગયો. છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં લગભગ 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સમાં 1000 અંક સુધીનો પ્રારંભિક વધારો દેખાયો છે. નિફ્ટી 129 પોઈન્ટ ઘટીને 18,028ના સ્તરે પહોંચ્યો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આજના બિઝનેસમાં રોકાણકારોનુ સેન્ટિમેન્ટ પૉઝિટિવ છે અને શરુઆતથી જ ખરીદીનો આગ્રહ જોવા મળી રહ્યો છે.

ડૉલર ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો, તે છ કરન્સીની બાસ્કેટ સામે ગ્રીનબેકની મજબૂતાઈનું માપન કરે છે. US CPI ડેટા અનુસાર તેમાં 0.02 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે તે ઘટીને 108.18 પર આવી ગયો છે. યુએસ હેડલાઇન CPI પ્રિન્ટ વાર્ષિક ધોરણે (0.4 મહિના-દર-મહિને) 7.7 ટકા નીચે છે. કોર CPI પ્રિન્ટ, જેમાં અસ્થિર ખોરાક અને ઊર્જા ઘટકોનો સમાવેશ થતો નથી, તે ઘટીને 6.3 ટકા (મહિના-દર-મહિને 0.3%)ની વાર્ષિક નીચી સપાટીએ પહોંચી ગયો છે.

રાહુલ કલંત્રી, VP કોમોડિટીઝ, મહેતા ઇક્વિટીઝ લિ. અપેક્ષા રાખે છે કે ડોલર ઇન્ડેક્સ નબળો રહેશે અને નજીકના ગાળામાં તે 105.00 સ્તર તરફ આગળ વધી શકે છે. આ ઉપરાંત, વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.27 ટકા વધીને બેરલ દીઠ $93.92 થયો હતો. જો કલંત્રીનું માનીએ તો ડૉલર ઇન્ડેક્સમાં તીવ્ર ઘટાડા બાદ આજના સત્રમાં રૂપિયો વધુ મજબૂત થઈ શકે છે. જો રૂપિયો મજબૂત થતો રહેશે તો આગામી સત્રોમાં તે 80.80ના સ્તરને સ્પર્શી શકે છે.

English summary
Rupees gains 110 paise against dollar, sensex up by 1000 points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X